આપણા દેશના જવાનો દિવસ-રાત દેશની રક્ષા કરવા માટે પોતાના પરિવારની ચિંતા કર્યા વિના સરહદ પર ઉભા રહે છે. દેશના કેટલા જવાનો દેશની રક્ષા માં પોતાનો જીવ ગુમાવે છે અને દેશ માટે શહીદ થઈ જાય છે. જ્યારે આપણે આજે એવા જ શહીદ ની વાત કરવાના છીએ.
આ જવાન રાજસ્થાનના ભરતપુર જિલ્લાના ચિકસાણ વિસ્તારમાં હથોની ગામ ના મૂળ રહેવાસી છે. તેઓ દેશની સેવા કરતા કરતા શહીદ થઈ ગયા હતા. આ જવાનું નામ રાકેશ સિંહ છે. તેઓ 9 આર આર બટાલિયનમાં ફરજ બજાવતા હતા. રાકેશ સિંહ ની ઉંમર 39 વર્ષની હતી.
રાકેશજી ને બે દીકરાઓ પણ છે. જેમાં મોટા દીકરાનું નામ સત્યમ અને નાના દીકરા બોધેશ છે. રાકેશ સિંહ વર્ષ 1999માં સેનામાં જોડાયા હતા.
આ ઉપરાંત રાકેશ સિંહ પરિવારમાં તેમનો એક મોટો ભાઈ અને તેમની ત્રણ મોટી બહેનો છે. તેમના અંતિમ સંસ્કારમાં ગામના તમામ લોકોની આંખમાં આંસુ આવી ગયા હતા.
આ ઉપરાંત સંસ્કારમાં આખું ગામ જોડાયું હતું. જ્યારે રાકેશ સિંહના પરિવાર ને ખબર પડી કે રાકેશ સિંહ દેશ માટે શહીદ થયા છે. તેના કારણે પરિવારમાં શોકનું વાતાવરણ સર્જાઈ ગયું હતું.
શહીદની અંતિમ યાત્રામાં જોડાયેલા તમામ લોકોની આંખમાં આંસુ હતાં અને દરેક લોકોએ જો આપણા દેશની રક્ષા કરતા સેનાના જવાન શહીદ થાય તેનું ઘણું બધું દુઃખ આપણને લાગતું હોય છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment