વડોદરામાં એક કારચાલકે એક્ટિવા ચાલક યુવતીને લીધે અડફેટેમાં, યુવતીનું ઘટના સ્થળે જ મૃત્યુ…

Published on: 11:30 am, Sat, 28 August 21

આજ કાલા અકસ્માતની ઘટના ખુબ જ વધી ગયા છે. અકસ્માતમાં એક વ્યક્તિને બેદરકારીના કારણે ઘણા નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવવો પડે છે. ત્યારે તેવી જ એક અકસ્માતની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ આ સમગ્ર ઘટના વડોદરાની છે.

વડોદરામાં દાંડિયા બજાર બ્રિજ પર એક અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં એક એક્ટિવા સવાર યુવતીને એક કાર ચાલકે ટક્કર લગાવી હતી. આ અકસ્માતમાં એક્ટિવા ચાલકનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું છે. મળતી માહિતી મુજબ આ યુવતીની ઉંમર 24 વર્ષની હતી.

યુવતી પોતાના ફિયાન્સીને મળીને પરત ફરી રહી હતી ત્યારે એક કારે તેને અડફેટે લીધી હતી. પોલીસ દ્વારા કારચાલક મિતુલ પટેલ નામના યુવકની ધરપકડ કરવામાં આવી છે.

મળતી માહિતી મુજબ આ અકસ્માતને લઈને યુવતીના ભાઈએ રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. યુવતીનું નામ નમ્રતા સોલંકી છે અને તેની ઉંમર 24 વર્ષની હતી.

મળતી માહિતી મુજબ ગઈકાલે તે સાડા છ વાગ્યાની આસપાસ તે પોતાના ફિયાન્સ ને મળીને ઘર તરફ જઈ રહી હતી ત્યારે GJ 06 EQ 2008 નંબરની એક I-20 કારે યુવતીને અટફેટેમાં લીધી હતી. મળતી માહિતી અનુસાર કાર ફૂલ સ્પીડમાં હતી.

આ અકસ્માતમાં યુવતીના માથાના ભાગમાં ઇજા પહોંચી હતી અને તેને સારવાર માટે તાત્કાલીક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા હોસ્પિટલમાં યુવતીને ડોક્ટર દ્વારા મૃત જાહેર કરવામાં આવી હતી. આ સમગ્ર ઘટનાની જાણ કરતા પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી હતી અને કાર ચાલક મિતલ પટેલની અટકાયત કરી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!