કોરોના વધતા કેસને લઈને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના આવ્યા એક્શનમાં, રાજ્યોને આપ્યા આદેશ…

Published on: 3:29 pm, Sat, 28 August 21

કોરોના ની બીજી લહેર ખૂબ જ ઘાતક સાબિત થઇ હતી અને કોરોના ની બીજી લહેર માં ઘણા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. ત્યારે ફરી એક વખત કેન્દ્રીય ગૃહમંત્રાલયે કોરોનાવાયરસ ના વધતા સંક્રમણને રોકવા માટે પહેલેથી જ નિયમોને 30 સપ્ટેમ્બર સુધી લંબાવવાનો આદેશ આપ્યો છે.

કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા તમામ રાજ્યોને પત્ર લખીને તહેવારોની સિઝનમાં ભીડ ન એકત્રિત થવા દેવાના આદેશ આપવામાં આવ્યા છે.

ઉપરાંત આ દેશમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે આવશ્યકતા અનુસાર પ્રતિબંધ લગાવવામાં આવશે. દેશના કોરોના કેસની વાત કરીએ તો છેલ્લા એક મહિનાથી કોરોનાવાયરસ ની મહામારી માંથી થોડીક રાહત મળી છે.

પરંતુ દક્ષિણ ભારતના રાજ્યોમાં કોરોના નું સંક્રમણ હજુ પણ યથાવત છે જેમાં ખાસ કરીને કેરળમાં કોરોનાવાયરસ ના કેસ સતત વધી રહ્યા છે.

શનિવારના રોજ ભારતમાં કોરોનાના 46759 નવા કેસ નોંધાયા છે. શનિવારના રોજ દેશમાં કોરોના ના કારણે 509 લોકો ના મૃત્યુ થયા છે.

છેલ્લા થોડાક દિવસ ની વાત કરીએ તો દેશમાં કોરોના એક્ટિવ કેસમાં વધારો થઈ રહ્યો છે. હાલમાં દેશમાં કોરોના નો એક કેસ નો રેટ 3.59 થઈ ગયો છે. દેશમાં અત્યાર સુધીમાં કોરોના ના કારણે 437370 લોકોના મૃત્યુ થયા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!