ભારત ના આ વીર જવાને તો હજી પોતાની ફૂલ જેવી દીકરી પણ નહતી જોઈ તે પહેલા દેશ ની સેવા કરતા કરતા થઇ ગયા શહીદ,આંખ માં આસું લાવી દે તેવી છે આ શહીદ ની વાત…

આપણા દેશના જવાનો સરહદ પર દિવસ રાત ઉભા રહીને આ દેશની રક્ષા કરે છે અને કેટલાક જવાનો તું દેશની રક્ષા માં પોતે જ શહીદ થઈ જાય છે. આજે આપણે દેશના એવા જે એક વીર જવાન વિશે જાણવાનું છે જેઓએ તેમની દીકરી નું મોઢું પણ મોઢું પણ ન જોયું અને દેશ માટે દેશની રક્ષા કરતા કરતા શહીદ થઈ ગયા હતા.

આ ઉપરાંત આ વખતની સ્વતંત્ર દિવસના દિવસે ઇન્ડિયન આઇડલ માં શહીદ જવાનની પત્નીનું સન્માન કરવામાં આવ્યું હતું. દેશ માટે શહીદ થનાર વીર જવાન નું નામ કેશવ ગોસાવી છે. તેઓ દેશ માટે 2018 માં શહીદ થયા હતા.

તેઓ શહીદ થયા ત્યારે તેમના પત્ની ગર્ભવતી હતા. તેમના પત્ની આ સમગ્ર વાત ઇન્ડિયન આઇડલ માં કરી હતી. આ ઉપરાંત તેમને કહ્યું હતું કે તેમના પતિ સહિત થયા તેના બે વર્ષ થઇ ગયા છે. તેમને યાદ કરીને આંખો હજુ પણ ભીની થઈ જાય છે.

મળતી માહિતી મુજબ એ દિવસે એવું બન્યું હતું કે તેમનો સવારમાં ફોન આવ્યો અને લાડુ બનાવવાનું કહ્યું હતું. અને શાહિદના પત્નીને ડિલિવરી માટે તેમના માતા ના ઘરે જવાનું હતું.

પરંતુ શહીદના પત્નીએ જણાવ્યું કે તે દિવસે મેં તેમને સાંજે ઘણા ફોન કર્યા પરંતુ દેવોનો કોલ નેટવર્ક કવરેજ ક્ષેત્રની બહાર દેખાડતો હતો. ત્યારે સાંજે અચાનક ત્યાંથી કોલ આવ્યો કે કેશવ ગોસાવી શહીદ થઈ ગયા છે.

આ ઉપરાંત ઘરના લોકોએ આ સમગ્ર ઘટનાની જાણ શહીદની પત્ની ને થોડાક સમય પછી કરી હતી. બીજા દિવસે સવારે શહીદ નું પાર્થિવદેહ ઘરે લાવવામાં આવ્યું હતું અને ત્યારે ઘણા લોકો ખૂબ જ રડ્યા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*