સુરતમાં કડોદરા વિસ્તારમાં એક યુવતી ચોથા માળેથી મારે છે કૂદકો, ચોથા માળેથી કૂદીતા પહેલા તેને પોતાની પુત્રીની…

Published on: 4:51 pm, Wed, 18 August 21

આજકાલ અવારનવાર ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે સુરતની એક ઘટના સામે આવી છે. આ ઘટના જાણીને તમે પણ દંગ થઈ જશો. ઘટના સુરતના કડોદરા વિસ્તારની છે. કડોદરા વિસ્તારમાં આવેલી ગ્રીન સીટીમાં આવેલા યુનિક એપાર્ટમેન્ટમાં રહેતી એક યુવતી ચોથા માળેથી કુદકો માર્યો છે.

યુવતીનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું છે. આ સમગ્ર ઘટના બન્યા બાદ મહિલાના ઘરની તપાસ કરવામાં આવી હતી ત્યારે ઘરની અંદર થી અઢી વર્ષનો મૃત બાળક મળ્યો હતો.

મળતી માહિતી મુજબ એવું કહેવામાં આવે છે કે મહિલાએ સૌપ્રથમ પુત્રને દુનિયાથી અલવિદા કરી દીધો અને ત્યારબાદ પોતે ચોથા માળે કુદી ગઈ.

હાલમાં તો કડોદરા પોલીસ ઘટનાસ્થળે પહોંચી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. સ્થાનિક લોકો પાસેથી મૃત્યુ પામેલી મહિલાનું નામ જાણવા મળ્યું છે. મૃત્યુ પામેલી મહિલાનું નામ વનીતાબેન પાંડે તેમની ઉંમર 30 વર્ષની હતી.

આ ઉપરાંત તેમના પુત્રનું નામ ક્રિષ્ના જેની ઉંમર અઢી વર્ષની હતી. આ ઉપરાંત જ્યારે વનીતાબેન એ ચોથા માળેથી કુદકો માર્યો ત્યારે તેઓ સગર્ભા હતા.

આ ઉપરાંત વનીતાબેન ના દિયર રાજેશ પાંડે જણાવ્યું કે આજે સવારે ભાભીએ આવું પગલું ભર્યું એ મને જ ખબર નથી પડતી. આ ઉપરાંત તેઓએ યુપી ના રહેવાસી હતા. ભાવ ઉપરાંત વનીતા બેન ના લગ્ન મહેશભાઈ સાથે થયા હતા ને મહેશભાઈ ટેકસટાઈલમાં માસ્ટર છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!