એક ટ્રક અને એક્ટિવા વચ્ચે થયું અકસ્માત, અકસ્માતમાં વૃદ્ધનું મૃત્યુ…

આજકાલ અકસ્માતની ઘટના ખૂબ જ વધી રહી છે ત્યારે તેવી જ ઘટના સામે આવી છે આ સમગ્ર ઘટના ધોળા નીચે મળતી માહિતી મુજબ મંગળવારના રોજ સવારે સાડા ચાર કલાકે કેલિયાવાસણા ગામ પાસે આવેલા કાગડી પાટીયા પાસે એક ટ્રક અને એક્ટિવા વચ્ચે અકસ્માત થયું હતું.

આ અકસ્માતમાં ધોળકામાં કલિકુંડ માં આવેલી ત્રિપદા સોસાયટીમાં રહેતા દિલીપભાઈ મૂળજીભાઈ સોલંકીનું આ અકસ્માતમાં મૃત્યુ થયું છે.

તેમની ઉંમર 65 વર્ષની છે. મળતી માહિતી મુજબ ધોળકા થી અમદાવાદ બાજુ જતાં એક ટ્રક ચાલક પોતાની જ ટ્રક ફૂલ ઝડપે ચલાવી રહ્યો હતો.

ત્યારે તેને એક્ટિવા ચાલકને અડફેટેમાં લેતા અકસ્માતમાં એક્ટિવા ચાલકને ઘટનાસ્થળે ગંભીર ઈજા પહોંચી હતી. ત્યાર બાદ આ સમગ્ર અકસ્માત થતાં.

એક્ટિવા ચાલકને તાત્કાલિક સારવાર માટે ધોળકાની પાશ્વનાથ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. આ ઉપરાંત સારવાર દરમિયાન વૃદ્ધનું મૃત્યુ થયું હતું.

આ સમગ્ર ઘટનાની જાણ થતા પોલીસ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને અકસ્માત ને લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે. સમગ્ર અકસ્માત બન્યા બાદ ઘટના સ્થળેથી ટ્રકચાલક ત્યાંથી રફુચક્કર થઇ ગયો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*