હંમેશા દેશના વીર જવાનો માં ભોમની રક્ષા કરવા માટે કોઈપણ વાતાવરણમાં અડગ હોય છે. આ વીર જવાનો માટે દેશની સેવા કરવા માટે ક્યારેય દિવાળી નથી આવતી કે અન્ય કોઈ તહેવારો પણ તેમના માટે નથી આવતા. તેઓ હંમેશા દેશના લોકોની રક્ષા કરવા માટે તૈયાર જ રહેતા હોય છે.
તેઓ કોઈ પણ ઋતુમાં કંઈ પણ પરિસ્થિતિમાં અડગ રહીને દેશની સેવા કરતા હોય છે અને આ સેવા કરતાં કરતાં કેટલાય જવાનો વીરગતિ પામતા હોય છે.આપણા વીર જવાનો દેશની સેવા કરતા કરતા શહીદ થતા હોય છે તેવા સમાચારો આપણી પાસે આવતા હોય છે.
જે સમાચાર સાંભળતા આપણને ઘણું ખરું દુઃખ લાગતું હોય છે.હાલમાં જ મા ભોમની રક્ષા કરતા કરતા મણિપુરમાં એક સાથે પાંચ વીર જવાનો શહીદ થયા છે. જવાન આસામ રાઈફ્લસ માં ફરજ બજાવતા હતા અને તેમનું નામ સુમન હતું. આ વીર જવાન ના પરિવારમાં તેમનાં ત્રણ વર્ષનો દીકરો પત્ની અને માતા હતી.
જયારે આ વીર જવાન ની શહાદત ના સમાચાર તેમના પરિવારને મળ્યા ત્યારે તેમનો પરિવાર ના લોકો ધ્રૂસકે ધ્રૂસકે રડી પડયો હતો.આ જવાન નો પાર્થિવ દેહ જ્યારે તેમના માદરે વતનમાં લાવવામાં આવ્યો એ વખતે તેમની અંતિમયાત્રામાં હજારો લોકો ભેગા થયા હતા અને તેમની પર ફૂલો વરસાવીને તેમને અંતિમ વિદાય આપી હતી.
જવાન ને જોઈને તેમની પત્ની ખૂબ જ રડવા લાગી હતી અને તેમના ત્રણ વર્ષના દીકરાએ પણ તેમને નમન કર્યું હતું. તે બધાને જોઈ રહ્યો હતો અને તેને પણ પિતાને ફૂલો અર્પણ કર્યા હતા. આ જોઈને આખો પરિવાર રડવા લાગ્યો હતો અને જવાનની અંતિમયાત્રામાં ઘણા લોકો ભેગા થઇ ગયા હતા અને બધા જ લોકોએ ભીની આંખે જવાન ને અંતિમ વિદાય આપી હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment