ખેડૂતોની કઠણાઈ : ગુજરાતમાં ફરી એક વખત આ તારીખે પડશે વરસાદ, જાણો તમારા વિસ્તાર ની આગાહી

Published on: 10:23 am, Mon, 29 November 21

ગુજરાતમાં હજુ પણ સંકટના વાદળ ટળ્યા નથી. રાજ્યમાં હજુ પણ કમોસમી વરસાદ પડી શકે છે. તમિલનાડુમાં ભારે વરસાદના કારણે તબાહી મચી છે તો બીજી તરફ દેશના અન્ય વિસ્તારોમાં પણ ભારે વરસાદની આગાહીએ ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે.

હાલમાં શિયાળાની ઠંડી ઋતુની શરૂઆત થઈ ગઈ છે અને કડકડતી ઠંડી પડી રહી છે. બપોરના સમયે સૂર્ય પૂરો હોવાના કારણે ગરમી જેવા માહોલ પણ થઈ રહ્યો છે અને હવે વરસાદ ખેડૂતોની ચિંતામાં વધારો કરી શકે છે.ત્રણેય ઋતુ એકસાથે અનુભવતી હોવાથી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ જોવા મળી શકે છે.

રાજ્યના હવામાન વિભાગના મતે 30 નવેમ્બરથી 3 ડિસેમ્બર સુધી કમોસમી વરસાદ પડી શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આ સ્થિતિ સર્જાશે.જેમાં 30 નવેમ્બરે દીવ, જુનાગઢ, પોરબંદર, અમરેલી, દ્વારકા, દાહોદ, ગોધરા, પંચમહાલ, અમદાવાદ અને આણંદ અને ખેડા માં છુટા છવાયા ઝાપટા પડી શકે છે.

જ્યારે એક ડિસેમ્બરે આણંદ,ભરૂચ, નવસારી,વલસાડ, ભાવનગર, ડાંગ, છોટે ઉદેપુર, સુરત, બોટાદ માં પણ કમોસમી વરસાદ પડી શકે છે.બે ડિસેમ્બરે ઉત્તર ગુજરાતના સાબરકાંઠા,અરવલ્લી, મોડાસા અને દક્ષિણ ગુજરાતના મહિસાગર,ડાંગ અને તાપીમા વરસાદ પડી શકે છે. આ ઉપરાંત 3 ડિસેમ્બર સુરત,ડાંગ, તાપી,દીવ અને વલસાડમાં કમોસમી વરસાદ વરસવાની સમસ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ખેડૂતોની કઠણાઈ : ગુજરાતમાં ફરી એક વખત આ તારીખે પડશે વરસાદ, જાણો તમારા વિસ્તાર ની આગાહી"

Leave a comment

Your email address will not be published.


*