તમે સોશિયલ મીડિયામાં ઘણા એવા વિડીયો જોયા છે, જેમાં ઘણા અળવીતરા લોકો પાંજરામાં બંધ પ્રાણીઓની સળી કરતા હોય છે. પરંતુ અમુક વખત આ લોકોને પ્રાણીઓની સળી કરવી ભારે પડી જાય છે. જ્યારે હાલમાં સોશિયલ મીડિયામાં તેઓ જ એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે.
જેમાં તમે જોઈ શકો છો કે, એક વ્યક્તિ પાંજરામાં બંધ વાઘની કરતો દેખાઇ રહ્યો છે. આ દરમિયાન તેની સાથે કંઈક એવું થાય છે કે, તે વ્યક્તિની હાલત ખરાબ થઈ જાય છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે, એક પાંજરામાં બંધ વાઘ શાંતિથી બેઠેલો દેખાઈ રહ્યો છે.
આ દરમિયાન એક વ્યક્તિ પાંજરાની જાળીમાંથી હાથ નાખીને વાઘની સળી કરી રહ્યો છે. એટલું જ નહીં પરંતુ આ વ્યક્તિ વાઘની પીઠ પર પણ પોતાનો હાથ ફેરવે છે. ત્યારબાદ વાઘના માથા પર પણ આ જ ફેરવે છે. ત્યાર પછી આ વ્યક્તિ વાઘનો કાન ખેંચવાનો પ્રયાસ કરે છે.
આ દરમિયાન વાંદરાની જાળીમાં તે વ્યક્તિનો હાથ ફસાઈ જાય છે. ત્યારબાદ તે પોતાનો હાથ કાઢવાના પ્રયાસો શરૂ કરી દે છે. આ દ્રશ્ય જોઈને ત્યાં આજુબાજુ બેઠેલા તમામ લોકો નો શ્વાસ અધ્ધર થઈ ગયો હતો. સારી વાત એ છે કે વાઘનું ધ્યાન બીજી તરફ હતું.
જો વાઘનો ધ્યાન આ વ્યક્તિ પર ગયું હોત તો આ વ્યક્તિનો હાથ રહ્યો ન હોતો. છેવટે તે વ્યક્તિ ઘણી મહેનત કરે છે અને તેનો હાથ જાળી માંથી બહાર નીકળી જાય છે. હાલમાં આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે.
View this post on Instagram
આ વિડીયો ઈન્સ્ટાગ્રામ પર ghantaa નામના પેજમાં શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોને અત્યાર સુધીમાં ત્રણ લાખથી પણ વધારે લોકોએ પસંદ કર્યો છે. હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે અને કોમેન્ટ બોક્સમાં લોકો પોતાની અલગ અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment