આ વ્યક્તિ સૂટ-બૂટ પહેરીને રસ્તા પર પાણીપુરી અને ચાટ વેચી રહ્યો છે, જાણો કોણ છે આ વ્યક્તિ – જુઓ વિડિયો

Published on: 10:51 am, Thu, 7 April 22

સોશિયલ મીડિયા પર તમે ઘણા વાયરલ વિડીયો જોયા હશે. સોશિયલ મીડિયામાં કેટલાક એવા વિડિયો પણ તમે જોયા છે જેને જોઈને તમને હસવું આવી જતું હોય છે. અથવા તો કેટલાક વિડિયો તો તમને રડાવી દેતા હોય છે. આ ઉપરાંત તમે સોશિયલ મીડિયામાં ઘણા એવા ખતરનાક વિડીયો જોયા હશે જેને જોઈને તમારો શ્વાસ પણ અઘ્ધર થઈ જતો હોય છે.

તમે સોશિયલ મીડિયામાં સ્ટ્રીટ ફૂડના ઘણા વાયરલ વિડીયો જોયા હશે. આપણા દેશના સ્ટ્રીટ ફૂડની વાત કરીએ તો દેશના દરેક ખૂણા પર તમને સ્ટ્રીટ ફૂડ જોવા મળશે. લોકો સ્ટ્રીટ ફૂડ ખાવાનું વધારે પસંદ કરે છે. અને તેમાં પાણીપુરી અને ચાટની વાત આવે ત્યારે ભલભલા લોકોના મોઢામાં પાણી આવી જાય છે.

તમે સોશિયલ મીડિયામાં ઘણા લોકોને અલગ અલગ અંદાજમાં સ્ટ્રીટ ફૂડ બનાવતા જોયા છે. ત્યારે હાલમાં સોશિયલ મીડિયામાં પાણીપુરી અને ચાટ વેચી રહેલા એક વ્યક્તિનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો છે. સામાન્ય રીતે તમે પાણીપુરી અને ચાટ વેચનાર લોકોને સામાન્ય કપડામાં જોયા હશે.

પરંતુ હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો વીડિયો જોઈને તમે પણ ચોકી જશો. વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક વ્યક્તિ શૂટ-બુટ અને ટાઈપ કરીને રોડના કિનારે પાણીપુરી અને ચાટ વેચી રહ્યો છે. સૂટ-બૂટ પહેરીને પાણીપુરી અને ચાટ વેચી રહેલો આ વ્યક્તિ પંજાબનો રહેવાસી છે.

તેની ઉંમર 22 વર્ષની છે. તે રોડના કિનારે ઊભો રહીને વિવિધ પ્રકારના ચાટ અને પાણીપુરી વેચે છે. આ વ્યક્તિના સૂટ-બૂટના કારણે લોકોનું ધ્યાન તેના તરફ ખેંચાય છે. વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, કેવી રીતે આ વ્યક્તિ સૂટ-બૂટ પહેરીને વિવિધ પ્રકારની ચાટ અને પાણીપુરી બનાવીને ગ્રાહકોની આપી રહ્યો છે.

આ વ્યક્તિની મુલાકાત યુટ્યુબર અને ફૂડ વ્લોગર હેરી ઉપ્પલે લીધી હતી. આ વ્યક્તિનો વિડીયો બનાવીને તેને પોતાની યુટ્યુબર ચેનલ harryppalમાં શેર કર્યો છે. આ વીડિયો અત્યાર સુધીમાં પાંચ લાખથી પણ વધારે લોકોએ જોયો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "આ વ્યક્તિ સૂટ-બૂટ પહેરીને રસ્તા પર પાણીપુરી અને ચાટ વેચી રહ્યો છે, જાણો કોણ છે આ વ્યક્તિ – જુઓ વિડિયો"

Leave a comment

Your email address will not be published.


*