સુરતના આ વ્યક્તિ એક સમયે બેંકમાં ખાતું ખોલાવવા માટે કલાકો સુધી બેઠા હતા, આજે આ વ્યક્તિ છે “ઘી વરાછા કો ઓપરેટિવ બેંક”ના માલિક…જાણો તેઓ કોણ છે…

મિત્રો તમને બધાને ખબર છે કે સુરત શહેરની ડાયમંડ સીટી તરીકે ઓળખવામાં આવે છે. સુરતમાં લગભગ ત્રણ દાયકા પહેલા હીરાનો ઉદ્યોગ ધમધમતો થયો હતો. લગભગ 1990 ના દાયકાઓમાં વેપારીઓ અને દલાલોને હીરાના લીધે જોખમ રહેતું હોવાના કારણે તેઓ દરેક વેપારીઓ લોકર સુવિધા રાખતા હતા. જેના કારણે તેમને હીરાનું કોઈ પણ પ્રકારનું જોખમ ન રહે. ત્યારે કાનજીભાઈ નામના વ્યક્તિ હીરાનો વેપાર કરતા હતા.

તેઓ એક હીરાના વેપારી હતા તેથી તેમને પણ લોકરની સુવિધા જોઈતી હતી. લોકરની સુવિધા જોતી હોય તો બેંકમાં ખાતું ખોલાવવું જરૂરી હતું. તેથી ખાતું ખોલાવવા માટે કાનજીભાઈ બેંકમાં ગયા હતા. જ્યારે કાનજીભાઈ બેંકમાં ખાતું ખોલાવવા ગયા ત્યારે તેમને બેંકમાં ઘણી બધી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

લગભગ કાનજીભાઈ ત્રણ મહિના સુધી બેંકના ધક્કા ખાધા તોય તે તેમનું ખાતું બેન્કમાં ખુલ્યું નહીં. જેથી તેઓ ખૂબ જ કંટાળી ગયા હતા. આખરે સમાજ સેવક વ્યક્તિ માવજીભાઈ માવાણીની ભલામણથી બેંક મેનેજરને એકાઉન્ટ ખોલાવવાની ભલામણો કરવામાં આવી હતી. છતાં પણ તેઓ ચાર વાગ્યા સુધી બેંકમાં બેસ્યા તો પણ ખાતું ખુલ્યું નહીં અને બીજા દિવસે પણ તેમને ખાતું ખોલાવવા માટે રાહ જોવી પડી હતી.

સામાન્ય માણસોને બેંકમાં માત્ર ખાતું ખોલાવવા માટે આટલી બધી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. જેને લઈને કાનજીભાઈ ને વિચાર આવ્યો કે, તેઓ એક બેંક ખોલશે કે જેમાં ખાતું ખોલાવવા માટે માત્ર પાંચ મિનિટ જ થશે. ત્યારબાદ કાનજીભાઈ ‘ધી વરાછા કો-ઓપરેટીવ બેંક’ માટે કામ કરવાનું શરૂ કરી દીધું.

ત્યારે કાનજીભાઈએ 1995માં પોતાની બેંકની શરૂઆત કરી. લગભગ અઢી દાયકાથી આ બેંક સેવારત છે અને ધી વરાછા કો ઓપરેટિવ બેન્ક ગુજરાતની ટોપ 10 બેન્કોમાં સામેલ છે. હાલમાં ધી વરાછા કો ઓપરેટિવ બેન્કનું કામ ખૂબ જ સરસ છે. આજે ધી વરાછા કો ઓપરેટિવ બેન્કે પોતાના ગ્રાહકોનું વિશ્વાસ જાળવી રાખ્યો છે. આ બેંકમાં ગ્રાહકોનું કામ મિનિટોમાં જ થઈ જાય છે.

ધી વરાછા કો-ઓપરેટીવ બેંકની શાખાઓ હાલમાં સુરત જ નહીં પરંતુ અમદાવાદ, નવસારી ઉપરાંત અનેક જિલ્લાઓમાં છે. કુલ 23 જેટલી બ્રાચ છે. ધી વરાછા કો ઓપરેટિવ બેન્ક પાસે આજે પાંચ લાખથી પણ વધારે ખાતેદારો છે. એક સમયે જેમને બેંકમાં ખાતું ખોલાવવા માટે ત્રણ મહિના ધક્કા ખાવા પડ્યા હતા આજે તેઓ સુરત ધી વરાછા કોપરેટીવ બેંકના મેનેજિંગ ડાયરેક્ટર છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*