આપણે સૌ જાણીએ છીએ કે બધા જ લોકોના જીવનમાં નાની મોટી સમસ્યાઓ આવતી જ હોય છે અને લોકો પણ એવી સમસ્યાઓનો સામનો કરીને પોતાનું જીવન જીવી જતા હોય છે, ત્યારે જીવન જીવવાના બે પાછા છે સુખ અને દુઃખ.તો ઘણા લોકો પોતાનું જીવન સુખમય રીતે પસાર કરતા હોય છે તો ઘણા એ લોકોના જીવનમાં સુખના ની વસ્તુ જ આવતી નથી.
જેમાં કેટલાક પરિવાર તો એવા હોય છે કે જેમને એક સમયનું ખાવામાં પણ ફાફા પડે છે. એવામાં જ આજે દરેક લોકો જાણે છે કે જીવનમાં આવતી બધી જ મુશ્કેલીઓનો સામનો કરીને બધા લોકો જીવી જતા હોય છે ત્યારે આજે આપણે એક એવા દાદી વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જેઓ રસ્તા પર જ રહે છે અને જે ખાવાનું મળે તે ખાઈને પોતાના દિવસો પસાર કરવા મજબૂર બન્યા છે.
આ દાદીનું નામ જણાવતા કહીશ તો રેવા બા જેવો છેલ્લા ઘણા વર્ષોથી વડોદરામાં ગોત્રી બ્રિજ નીચે રહે છે. આ દાદી જેમનો પરિવાર હતો પરંતુ તેઓ હાલ તો એકલા જ રહે છે અને પોતાનું એકલવાયું જીવન પસાર કરવા માટે મજબુર બન્યા છે તેમનું કહેવું છે કે તેમનો એક દીકરો હતો.
જેનું મૃત્યુ થઈ જતા તેઓ એકલા પડી ગયા.આ ઉપરાંત જાણવા મળ્યા અનુસાર એ દાદીની આંખે પણ સારું દેખાતું નથી. તેથી આમ તેમ ભટકીને ખાવાનું શોધી દિવસો પસાર કરે છે. તેમને જો કોઈ ખાવાનું આપે તો ખાય છે અને પાણી પીને ત્યાં ને ત્યાં બ્રિજ નીચે બેસી રહે છે.
તેઓને સુવાની જગ્યા પણ સારી મળતી નથી ત્યારે આટલી બધી મુશ્કેલીઓનો સામનો કરીને તે દાદી જીવી રહ્યા છે. તેમને ચાલવામાં પણ તકલીફ રહેતી હોવાથી દૂર સુધી જઈ શકતા નથી. દાદી ઘણા દિવસો સુધી તો ભૂખ્યા રહીને પણ તેમના દિવસ પસાર કરે છે. દાદીનું કહેવું છે કે તેમને પરિવાર હતો.
છતાં તેઓ હાલ વડોદરામાં આવેલા ગોત્રી બ્રિજ નીચે રહીને મુશ્કેલી ભર્યા દિવસો પસાર કરી રહ્યા છે.આવું એક નહીં પરંતુ ઘણા એવા કિસ્સાઓ સામે આવતા હોય છે જેમાં ઘણા લોકોના જીવનમાં સુખ નામની વસ્તુ ક્યારે આવી જ નથી હોતી. આવા ગરીબને જરૂરિયાતમંદ લોકોને મદદ કરવાની ઈચ્છા થાય તો આ નંબર પર કોલ કરો – 7600 900 300
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment