આપણે સૌ જાણીએ છીએ કે બધા જ લોકોના જીવનમાં કંઈકને કંઈક નાની મોટી મુશ્કેલી આવતી જ હોય છે અને આવી બધી મુશ્કેલીઓમાંથી પસાર થઈને લોકો આગળ પણ વધતા હોય છે. એમાં ઘણા લોકોનું જીવન સુખમય રીતે પસાર થઈ જતું હોય છે.
તો ઘણા લોકોના જીવનમાં સુખ નામ ની વસ્તુ જ હોતી નથી અને તેમને દુઃખમાંથી જ પસાર થવું પડતું હોય છે. આજે અમે તમને એક એવા જ દાદી વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે જેઓ વરસાદમાં પણ રસ્તા પર આવેલા સર્કલ પર રહેવા મજબૂર બન્યા છે. તેઓ ચાલુ વરસાદમાં પણ અહીં જ રહે છે.
સુરતમાં રહેતા આ દાદી કે જેઓ રસ્તા પર રહેવા મજબૂર બન્યા છે. વાત જાણે એમ છે કે ધનુબેન નામના દાદીમા કે જેમને ઘર પણ હતું પરંતુ પરિવારના લોકોએ તેમની પાસેથી એ ઘર પડાવી લીધું. ત્યારબાદ તેઓ રસ્તા પર જ રહેવા મજબૂર બન્યા છે એટલું જ નહીં પરંતુ તેમને ત્રણ દીકરાઓ છે અને એક દીકરી પણ છે.
છતાંય તેવો રસ્તા પર રહીને પોતાનો જીવન પસાર કરી રહ્યા છે. તેઓ તો ક્યારેક ભૂખ્યા તરસ્યા જ સુઈ જાય છે તો અહીં જો તેમને કોઈ ખાવાનું આપી જાય તો તે જ થાય છે નહીં તો તેઓ ભૂખ્યા રહીને તેમના દિવસો પસાર કરી રહ્યા છે.ક્યારેક તો તેઓ પાણી પીને પણ તેનો દિવસ પસાર કરે છે.
ત્યારે આવી પરિસ્થિતિમાં તેઓ પોતાનું જીવન જીવી રહ્યા છે. હાલ તો તેમને પગમાં ઇજાઓ પહોંચી છે તેમ છતાં પણ તેઓ આવી હાલતમાં એકલા જ રહી રહ્યા છે.એટલું જ નહીં પરંતુ વરસાદમાં પણ તેઓ સર્કલ પર બેસીને જ જીવન ગુજારી રહ્યા છે.તેમને દીકરાઓ હોવા છતાં એકલા જ રહેવા માટે મજબૂર બન્યા.
આવા ગરીબ લોકોની મદદ કરવાની ઈચ્છા થાય તો આ નંબર પર કોલ કરો- 7600 900 300
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment