માતા-પિતાને મળીને ઘરે પરત ફરી રહેલા યુવકની કારને પાછળથી ટ્રકે લગાવી જબરદસ્ત ટક્કર, યુવકનું કરુણ મૃત્યુ – જુઓ ઘટનાના CCTV ફૂટેજ

Published on: 6:16 pm, Thu, 7 July 22

આજકાલ અકસ્માતની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે હાલમાં બનેલી એક અકસ્માતની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. આ ઘટનામાં રસ્તા પર ઉભેલી એક કારને પાછળથી આવતા ટ્રકે જબરદસ્ત ટક્કર લગાવી હતી. ટ્રક ચાલક લગભગ 500 મીટર સુધી કારને પોતાની સાથે ખેંચી ગયો હતો. આ અકસ્માતની ઘટનામાં કારનો ભાંગીને ભૂકો થઈ ગયો છે.

અકસ્માતના પગલે કારચાલકનું કરુણ મૃત્યુ નીપજો છે. મળતી માહિતી અનુસાર અકસ્માતની ઘટના બન્યા બાદ ટ્રક ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. આ ગંભીર અકસ્માતની ઘટના ચિત્રકૂટમાં બની હતી. સમગ્ર અકસ્માતની ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. મળતી માહિતી અનુસાર રાજપુરાના મજરા આઝાદ નગરમાં રહેતો મનોજ વિશ્વકર્મી હિલ બ્લોકમાં કોમ્પ્યુટર ઓપરેટર હતો.

તે પોતાની પત્ની અને બાળક સાથે કારવીમાં રહેતો હતો. બુધવારના રોજ મનોજ પોતાની કાર લઈને માતા-પિતાને મળવા માટે ગયો હતો. સાંજના સમયે તે કાર લઈને પરત ફરી રહ્યો હતો. ત્યારે રસ્તામાં તેની કાર અચાનક ઊભી રહી ગઈ હતી. આ દરમિયાન પાછળથી પુરપાટ ઝડપે આવતા એક ટ્રકે કારને જબરદસ્ત ટક્કર લગાવી હતી.

ટ્રકની સ્પીડ એટલી વધારે હતી કે તે કારને લગભગ 500 મીટર સુધી ઘસડી ગયો હતો. આ અકસ્માતની ઘટનામાં મનોજ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. અકસ્માતની ઘટના બનતા આસપાસના લોકો ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા. તેઓએ આ ઘટનાની જાણ પોલીસને કરી દીધી હતી.

ઘટનાની માહિતી મળતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસે ઇજાગ્રસ્ત થયેલા મનોજને જિલ્લાની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. ત્યારબાદ આ અકસ્માતની ઘટનાની જાણ મનોજના પરિવારજનોને કરવામાં આવી હતી. મનોજની હાલત ખૂબ જ નાજુક હોવાના કારણે ડોક્ટરે તેને પ્રયાગરાજ રીફર કરવાનું કહ્યું હતું.

પરંતુ હોસ્પિટલ પહોંચે તે પહેલા તો રસ્તામાં મનોજ નું કરુણ મૃત્યુ નીપજ્યું હતું. ત્યારબાદ પોલીસે સમગ્ર ઘટનાને લઈને આરોપી ટ્રક ચાલક સામે ગુનો નોંધીને તેની શોધખોળ શરૂ કરી છે. આ અકસ્માતની ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. મનોજના મૃત્યુના કારણે એક બાળકે પિતાની છત્રછાયા ગુમાવી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "માતા-પિતાને મળીને ઘરે પરત ફરી રહેલા યુવકની કારને પાછળથી ટ્રકે લગાવી જબરદસ્ત ટક્કર, યુવકનું કરુણ મૃત્યુ – જુઓ ઘટનાના CCTV ફૂટેજ"

Leave a comment

Your email address will not be published.


*