આ દાદાએ ગુસ્સામાં આવીને ખજુરભાઈને કહ્યું, તમે કોઈ ખોટ નથી ખાતા હું ખાવ છું… દાદાની આ વાત સાંભળીને ખજૂર ભાઈએ દાદાની કરી નાખી એવી મદદ કે…

ગુજરાતના મસીહા કહેવાતા ખજૂર ભાઈને તો તમે ઓળખતા જ હશો. આજે તેઓએ સૌ કોઈના દિલમાં પોતાનું અનોખું સ્થાન બનાવી દીધું છે. ખજૂર ભાઈ આજે સૌ કોઈ જરૂરિયાત મંદ લોકોની મદદ કરીને માનવતાનો ઉત્તમ ઉદાહરણ સમાજ સામે પૂરું પાડી રહ્યા છે ત્યારે ફરી એકવાર એક નવો કિસ્સો સામે આવ્યો છે. આપણે સૌ જાણીએ છીએ કે ગત વર્ષે આવેલા એ વાવાઝોડા દરમ્યાન કેટલા લોકો બે ઘર બન્યા હતા.

ત્યારે આ તમામ લોકોને નવા ઘર બનાવી આપીને તેમણે 200 ઘર બનાવવાનો ટાર્ગેટ પણ પૂર્ણ કર્યો હતો.એટલું જ નહીં પરંતુ ઉનાળાની સિઝનમાં જરૂરિયાતમંદ વ્યક્તિઓને ગરમીથી રાહત મેળવવા માટે કુલર જેવી પણ વ્યવસ્થાઓ કરી આપી હતી.  એવામાં જ આજ રોજ તેમણે પોતાના instagram અકાઉન્ટ પર એક વીડિયો અપલોડ કર્યો છે. જેમાં તેઓ એક દાદાની રૂપિયા આપીને મદદ કરી રહ્યા છે.

તમે પણ એ વીડિયો જોઈ શકો છો જેમાં તેમણે રોડ પર એક વૃદ્ધ જેવો રોડ પર ડોડા વેચી રહ્યા છે એવામાં જ જ્યારે ખજૂર ભાઈ ત્યાંથી પસાર થાય છે ત્યારે તેમણે પોતાની કાર ત્યાં જ ઉભી રાખી દીધી અને ખજૂર ભાઈએ એ દાદાને બોલાવ્યા એ ડોડાનો ભાવ પૂછ્યો તો એ વૃદ્ધે 40 રૂપિયા કિલો હોવાનું કહ્યું હતું ત્યારે ખજૂર ભાઈએ તેમને કહ્યું કે કંઈક ઓછું કરો.

એવામાં જ વૃદ્ધે ફરી પૂછ્યું કે તમારે કેટલા લેવા છે ત્યારે ખજૂર ભાઈ કહે છે કે તમારી પાસે કેટલા છે તો વૃદ્ધ કહે છે ચાર કિલો એવામાં જ ખજૂર ભાઈએ એ વૃદ્ધને કહ્યું કે આ ચાર કિલોના મારે કેટલા આપવાના? ત્યારે વૃદ્ધે કહ્યું કે 160 રૂપિયા થાય છે તમે દસ રૂપિયા ઓછા આપજો. તો ખજૂર ભાઈ પૂછે છે કે અમેરિકન મકાઈ છે કે દેશી. એવામાં જ એ વૃદ્ધ મકાઈના ડોડા ખજૂર ભાઈને આપી રહ્યા છે.

ત્યારે ફરી ખજૂર ભાઈ દ્વારા તેને પૂછવામાં આવ્યું કે કેટલા રૂપિયા આપવાના ત્યારે દાદા ગુસ્સે થઈ ગયા અને કહ્યું કે પહેલા તો કીધું તમને 150 આપવાના તો પછી વારે ઘડીએ શા માટે પૂછો? ત્યારે દાદા કહે છે કે હું દસ રૂપિયા ખોટ ખાઈને તમને એક તો આપું છું તમે કંઈ ખોટ નથી ખાતા. ત્યારબાદ ખજૂર ભાઈએ ₹100 ની નોટ નું મોટું બંડલ કાઢીને એ દાદાને આપો. અને કહ્યું કે લો આ ગણી લો 10000 જ છે ને.

એવામાં જ ખજૂર ભાઈ તેમને ચલો જય માતાજી કહીને રવાના થઈ ગયા. ત્યારે કહીશ કે નીતિન જાની ઉર્ફે ખજૂર ભાઈ આજે સૌ કોઈના મુખે ચર્ચા રહ્યા છે, તેનું એકમાત્ર કારણ છે તેઓની મદદ કરવાની ભાવના! મદદ કરવાની ભાવના સૌ કોઈમાં હોતી નથી. પરંતુ આજના આ સમયમાં પણ તેઓ અન્ય લોકો વિશે વિચારે છે એ જ મહત્વનું છે. ખજૂર ભાઈ ને કેટલાય વધુ નો આશીર્વાદ મળ્યા છે તો કેટલાય લોકોનો પ્રેમ. આજ કારણ છે તેઓ હંમેશા લોકોની મદદ માટે તત્પર રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*