ત્રણ બહેનોના એકના એક ભાઈએ ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું, વિધવા માતાનો આધારસ્તંભ છીનવાઈ ગયો – જાણો સમગ્ર ઘટના

Published on: 5:58 pm, Fri, 22 July 22

ગુજરાત રાજ્યમાં જીવ ટૂંકાવાની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. ત્યારે રાજકોટ શહેરમાં બનેલી એક જીવ ટૂંકાવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક 31 વર્ષના યુવકે ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું છે. યુવકના મૃત્યુના કારણે પરિવારમાં માતમ છવાઈ ગયો છે. સમગ્ર ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી.

પોલીસે સમગ્ર ઘટનાને લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે. રાજકોટ શહેરના ગોકુલધામ પાસે આવેલી જલજીત સોસાયટી-4 રહેતા અને સ્‍ક્રેપનું કામ કરતા 31 વર્ષીય સચિન હસમુખભાઈ કોટેચાએ પોતાના રૂમમાં ઓછાડ વડે ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું છે.

સચિનના મૃત્યુના કારણે તેના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. આ સમગ્ર ઘટનાની જાણ થતા માલવીયાનગર પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી. સમગ્ર ઘટનાને લઈને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. સચિને કયા કારણોસર આ પગલું ભર્યું તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી.

સુસાઇડ કરનાર સચિન ત્રણ બહેનોનો એકનો એક નાનો ભાઈ હતો અને તે અપરિણિત હતો. સચિનના પિતા આ દુનિયામાં હયાત નથી. સચિનના મૃત્યુના કારણે પરિવારનો આર્થિક સહારો છીનવાઈ ગયો છે. મળતી માહિતી અનુસાર સવારે સચિન મોડે સુધી પણ જાગ્યો ન હતો. તેથી સચિન ની માતા નિર્મળાબેન ઉપર જોવા જાય છે અને રૂમનો દરવાજો ખખડાવે છે.

પરંતુ અંદરથી કોઈપણ પ્રકારનો જવાબ મળતો નથી. ત્યારબાદ નિર્મળાબેન પડોશીને બોલાવીને રૂમનો દરવાજો દોડે છે. દરવાજો તોડીને રૂમમાં પ્રવેશ કરે છે ત્યારે સચિન નું મૃતદેહ લટકતી હાલતમાં જોવા મળ્યું હતું. દીકરાના મૃતદેહને લટકતી હાલતમાં જોઈને નિર્મળાબેનના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી.

ત્યારબાદ આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી, ઘટનાની માહિતી મળતા પોલીસ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી. સચિને કયા કારણોસર સુસાઇડ તેનું કોઈ ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસ તપાસ કરી રહી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "ત્રણ બહેનોના એકના એક ભાઈએ ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું, વિધવા માતાનો આધારસ્તંભ છીનવાઈ ગયો – જાણો સમગ્ર ઘટના"

Leave a comment

Your email address will not be published.


*