ગાંધીનગરમાં નાની એવી વાતમાં માથાકૂટ થતા, માથાભારી મહિલાએ સાડીના વેપારી સાથે કર્યું એવું કે – જુઓ વિડિયો

Published on: 5:11 pm, Fri, 22 July 22

આજકાલ નાની નાની વાતમાં મોટી માથાકૂટ ની ઘટનાઓ વધી ગઈ છે. ત્યારે ગાંધીનગરમાં બનેલી તેવી જ એક ઘટના સામે આવી છે. ગાંધીનગરમાં માથા ભારે ઈસમ તરીકેની છાપ ધરાવતા કમરૂદ્દીનની પત્નીએ પણ નાની એવી બાબતમાં સેક્ટર 21 ડિસ્ટ્રીકટ શોપિંગમાં સાડીના વેપારીને ત્રણ લાફા જીકી દીધા હતા.

એટલું જ નહીં પરંતુ સાડીના વેપારીનો જીવ લેવાની પણ ધમકી આપી હતી. એટલું જ નહીં પરંતુ પત્નીનું ઉપરાણું લઈને માથાભારે વ્યક્તિએ પત્ની સાથે બજારમાં ભરીનો માહોલ ઊભો કર્યો હતો. જેના કારણે સાડીના વેપારીને પોતાની દુકાન અંદરથી બંધ કરી દેવાની નોબત પણ આવી હતી.

આ સમગ્ર ઘટનાનો વિડીયો પણ હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. સમગ્ર ઘટનાને લઈને પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. ગાંધીનગરના સેક્ટર 22 આનંદ વાટિકા સોસાયટીમાં રહેતા વિંકેશ વસંતભાઈ શેઠ સેક્ટર 21 ડિસ્ટ્રિક્ટ શોપિંગમાં રૂપશ્રી નામની સાડીની દુકાન ચલાવે છે.

વિંકેશભાઈની દુકાનના ઉપરના માળે શહેરમાં એક સમયે માથાભારે વ્યક્તિ તરીકેની છાપ ધરાવતા કમરુદ્દીનની પત્ની ફાલ્ગુની ચાંદની ડ્રેસીસ નામની દુકાન છે. મળતી માહિતી અનુસાર બુધવારના રોજ રાત્રિના સમયે વિંકેશભાઈ અને તેમના કારીગરો દુકાનમાં હતા. આ દરમિયાન કમરૂદ્દીનની પત્ની ફાલ્ગુની વિંકેશભાઈની દુકાનમાં આવી પહોંચે છે.

તેથી વિંકેશભાઈ પોતાની દુકાનની આગળ દબાણ નહીં કરવા માટેનું કહ્યું હતું. આ શબ્દો સાંભળીને ફાલ્ગુનીએ “તું મારી દુકાનમાં કેમ આવ્યો હતો?” એમ કહીને વિંકેશભાઈને ન કહેવાનું કહે છે. જ્યારે વિંકેશભાઈએ ફાલ્ગુનીને અપશબ્દ બોલવાની ના પાડી ત્યારે ફાલ્ગુની વધારે ઉશ્કેરાઈ ગઈ હતી અને બધાની સામે વિંકેશભાઈને ત્રણ લાફા જીકી દીધા હતા અને વિંકેશભાઈનો જીવ લેવાની પણ ધમકી આપી હતી.

ફાલ્ગુની ગુંડાગીરી જોઈને અન્ય વેપારીઓમાં ડરનો ભાવ જોવા મળ્યો હતો. એટલું જ નહીં પરંતુ કમરૂદ્દીન જ્યારે શોપિંગ પર પહોંચ્યો ત્યારે તેને પોતાની પત્નીનું ઉપરાણું લઈને વિંકેશભાઈ જીવ લેવાની ધમકી આપી હતી. આ વાતથી વિંકેશભાઈ ખૂબ જ ગભરાઈ ગયા હતા તેથી તેમને પોતાની દુકાનનું શટર અંદરથી બંધ કરી દીધું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "ગાંધીનગરમાં નાની એવી વાતમાં માથાકૂટ થતા, માથાભારી મહિલાએ સાડીના વેપારી સાથે કર્યું એવું કે – જુઓ વિડિયો"

Leave a comment

Your email address will not be published.


*