હૈદરાબાદ ટીમના આ ઘાતક ખેલાડીને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા થયો ટીમની બહાર

Published on: 4:18 pm, Thu, 31 March 22

IPL 2022 ની ધમાકેદાર શરૂઆત થઈ ગઈ છે ત્યારે દરેક મેચો શાનદાર રીતે રમાય રહી છે. ગઈ કાલે રમાયેલી સનરાઇઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચેની મેચમાં ઘણો આનંદ માણવામાં આવ્યો હતો. દરેક ખેલાડીઓએ પોતાનું બેસ્ટ પર્ફોમન્સ આપ્યું હતું.

મેચ ની વાત કરીએ તો, સનરાઇઝર્સ હૈદરાબાદ ને રાજસ્થાન રોયલ્સની ટીમે 211 રનનો ટાર્ગેટ આપ્યો હતો. રાજસ્થાન ની ટીમે 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવી હતી. આ દરમિયાન હૈદરાબાદની ટીમે પાવર પ્લેમાં જ 3 વિકેટ ગુમાવી હતી અને માત્ર 14 રન બનાવ્યા હતા.

રાજસ્થાન રોયલ્સની આ જીતથી સ્ટેડિયમમાં આનંદનો માહોલ છવાયો હતો, પરંતુ હૈદરાબાદની મુશ્કેલીઓમાં એકાએક વધારો થઈ રહ્યો છે. જી હા, ગઈ કાલે તેઓની હાર થઇ હતી અને સાથે સાથે તેમની સામે વધુ એક મોટો ખુલાસો થયો છે. તેમની ટિમ તરફથી રામનાર આ શાનદાર ખેલાડી જે મેચ જીતવાની સંપૂર્ણ ક્ષમતા ધરાવે છે

તેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.આ ખેલાડીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ લોકો આષ્ચર્યમાં મુકાયા છે. આ ખેલાડી છે ગ્લેન ફિલિપ્સ… તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તે આઈપીએલની શરૂઆતની મેચોમાંથી બહાર થયા છે.

ગ્લેન ફિલિપ્સ એ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ થકી આ માહિતી લોકોને આપી છે. હાલ, તેઓ ન્યૂઝીલેન્ડમાં અટવાઈ ગયા છે અને IPLની શરૂઆતની મેચોમાં ભાગ લઇ શકશે નહીં. જે હૈદરાબાદની ટિમ માટે ખુબ જ ખરાબ સમાચાર છે. ગ્લેન ફિલિપ્સની આ પરિસ્થિતિ સર્જાતા સનરાઈઝ હૈદરાબાદ ની ટીમના ખેલાડીઓ ચિંતામાં મુકાયા છે અને હવે એકથી એક વિપરીત પરિસ્થિતિનો સામનો કરવો પડે તેમ છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "હૈદરાબાદ ટીમના આ ઘાતક ખેલાડીને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા થયો ટીમની બહાર"

Leave a comment

Your email address will not be published.


*