મિત્રો કહેવાય છે ને કે જો પોતાના ઉપર વિશ્વાસ અને મનની અંદર દ્રઢ ધારણા હોય તો કોઈ પણ માણસ સફળતા હાસલ કરી શકે છે. આ વાક્યને ગુજરાતના એક ખેડૂતે ખરા અર્થમાં સાર્થક કર્યો છે. આ ખેડૂતની સફળતા વિશે સાંભળીને તમારું પણ મનોબળ ખૂબ જ વધી જશે. મિત્રો તમે સૌ જાણતા જ હશો કે, ગાયનું દૂધ, ઘી અને તેમજ ગાયનું મળમૂત્ર શરીર માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. તમે સૌ જાણતા જ હશો કે ગાયના ઘીનો ઉપયોગ ખાવા-પીવાથી લઈને પૂજાપાઠમાં થાય છે.
મિત્રો આપણે ઘણા લોકોને જોયા હશે જેવો પોતાના ઘરે ગાય ભેંસ રાખતા હોય છે અને તેમનું દૂધ વેચીને કમાણી કરતા હોય છે. પરંતુ આજે આપણે એક ખેડૂતની વાત કરવાના છીએ જેમને ગાયના દૂધની જગ્યાએ ગાયનું ઘી વેચવાનું ચાલુ કર્યું અને એવી પ્રગતિ કરી કે સાંભળીને તમે પણ ચોકી ઉઠશો. આ ખેડૂતનું નામ રમેશભાઈ રૂપારેલીયા છે અને તેઓ રાજકોટના છે.
મિત્રો રમેશભાઈ રાજકોટ જિલ્લાના કોટડાસાંગાણી તાલુકાના સાંઢવાયા ગામના વતની છે અને તેમની ઉંમર આશરે 43 વર્ષની છે. તેઓએ માત્ર સાત ધોરણ સુધીનો અભ્યાસ કર્યો છે. એક સમયે એવો આવી ગયો હતો કે રમેશભાઈને 2002માં પોતાની જમીન વેચવાનો વારો આવ્યો હતો.
ત્યાર પછી તો તેમને ગાયો ચરાવવાનું શરૂ કર્યું અને તેના બદલામાં તેમને 80 રૂપિયા મળતા હતા. મિત્રો તમે સૌ જાણતા જ હશો કે 80 રૂપિયામાં ઘર ચલાવવું તે ખૂબ જ મુશ્કેલ છે. પછી તો 2010 માં તેઓ પોતાનું ગામ છોડીને શહેરમાં મજૂરી કામ કરવા માટે આવ્યા. અહીં રમેશભાઈ એક જૈન પરિવારની બિન ઉપજાવ જમીન પર સૌપ્રથમ બે ગાય અને બે બળદ રાખ્યા હતા.
પછી તેઓએ જમીનમાં ડુંગળીની ખેતી શરૂ કરી અને તે જમીનમાં ગાયના છાણા અને ગૌમૂત્રાનું ખાતર નાખવા લાગ્યા. ધીમે ધીમે પછી તેમને ત્યાં ખેતી શરૂ કરી દીધી અને એક એવો સમય આવ્યો કે તેમને ખેતીમાંથી 35 લાખ રૂપિયાની કમાણી કરી. ત્યારબાદ તેઓ ધીમે ધીમે ગાયું વધારવા લાગ્યા.
પછી તો તેમને ગાયના દૂધ અને ગાયના ઘીનો મોટા પ્રમાણમાં બિઝનેસ શરૂ કરી દીધો. આ ઉપરાંત ગાયના દૂધમાંથી બનતી પણ ઘણી બધી વસ્તુઓ તેઓ વેચવા લાગ્યા. મિત્રો તમને જણાવી દઈએ કે આજે રમેશભાઈને ગૌશાળા ચાર એકર માં ફેલાયેલી છે અને તેઓ ગૌશાળામાં માત્ર ગીર ગાય જ રાખે છે. તેમજ ગીર ગાયના દૂધમાંથી બનેલી પ્રોડક્ટ માર્કેટમાં ખૂબ જ મોંઘા ભાવમાં વેચાય છે અને તે સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ લાભકારક છે.
મિત્રો તમને જણાવી દઈએ કે રમેશભાઈ ગાયના દૂધમાંથી બનાવેલું ચોખ્ખું ઘી 3500 રૂપિયા પ્રતિ કિલોગ્રામના હિસાબે માર્કેટમાં વેચાય છે. આ ઉપરાંત તેમની દૂધમાંથી બનેલી પ્રોડક્ટ પણ 123 દેશોમાં જાય છે. મિત્રો તમને જણાવી દઈએ કે રમેશભાઈ ગાયના ઘી અને ગાયના દૂધમાંથી બનતી પ્રોડક્ટ માંથી કરોડો રૂપિયાનું સામ્રાજ્ય ઊભું કરી નાખ્યું છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહ
Be the first to comment