આપણો ભારત દેશ એક ખેતીપ્રધાન દેશ છે, ખેડૂતો અલગ અલગ પાકની ખેતી કરીને સારી એવી આવક કરી રહ્યા છે. ત્યારે હાલમાં આવી જ એક ખેડૂત ભાઈની સફળતાની કહાની સામે આવી છે, ઉકાભાઇ ભટ્ટ નામના એક ખેડૂતે એક જ આંબા પર 14 પ્રકારની અલગ અલગ કેરીનો રંગ, આકાર, સ્વાદ અને તમામની ડાળીઓ છે.
આ આંબો ઉકાભાઇ ભટ્ટના ઘર આંગણામાં જ આવેલ છે, ફળોના રાજા તરીકે કેરીને ઓળખવામાં આવે છે. ગુજરાત રાજ્યમાં અલગ અલગ જાતની કેરી પાકે છે, ગુજરાત રાજ્યની અંદર હાફૂસ કેરી, કેસર કેરી અને રાજાપુરી કેરી તેમજ અન્ય કેરીની જાતો પાકે છે. જેનું ઉત્પાદન પણ ખેડૂતો દ્વારા કરવામાં આવી રહ્યું છે,
ગુજરાત રાજ્યના મોટી સંખ્યામાં ખેડૂત હવે બાગાયતી ખેતી કરી રહ્યા છે. પ્રગતિશીલ ખેડૂત તરીકે પણ ખ્યાતનામ ધરાવે છે, ધારી તાલુકામાં આવેલા ડીટલા ગામના ખેડૂત ઉકાભાઇ ભટ્ટ ના ઘર આંગણે એક વિશાળ આંબો આવેલો છે. આ વિશાળ આંબાની તમામ ડાળીઓ અલગ અલગ જાતની કેરીઓ છે.
કેરીની સીઝન આવતા આંબા ની દરેક ડાળી પર અલગ અલગ 14 પ્રકારની કેરીઓ આવે છે. આ તમામ પ્રકારની કેરીઓના આકાર પણ અલગ અલગ હોય છે અને તમામ કેરીનો સ્વાદ પણ એકબીજાથી અલગ જોવા મળે છે. મળેલી માહિતી અનુસાર થોડા વર્ષો પહેલા ઉકાભાઇ મહારાષ્ટ્ર ગયા હતા ત્યારે અમુક જાતિની કેરીઓ વિકસાવાનો વિચાર આવ્યો હતો.
ત્યારબાદ આ વિચારને સાર્થક કરવા માટે પોતાના આંગણામાં આવેલા દેશી આંબા પર તેમને પ્રયોગ કર્યો હતો અને ઉકાભાઇને સફળતા પણ મળી છે. આ આંબો જિલ્લામાં આકર્ષણનું કેન્દ્ર બન્યો છે, મળતી માહિતી અનુસાર દેશી આંબાના ઝાડ પર કલમો ચડાવીને નીલમ, દશેરી, આમ્રપાલી, નિલેશાન, સુંદરી, ફાગુન, લંગડો, કેસર, બેગમ, બનારસી, દાડમીઓ, કનોજીયો, દૂધપેડો, ખોડી, નીલ અને ગુલાબીઓ નામની કેરીઓની જાત વિકસાવી છે. ખેડૂત ઉકાભાઇ આંબો ઉછેરીને તેઓ આકર્ષણનું એક કેન્દ્ર બન્યો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment