રાજ્યમાં કોરોનાવાયરસ ના કેસો દિવસેને દિવસે વધી રહ્યા છે ત્યારે કોરોના નું સંક્રમણ વધતા સોમનાથ ટ્રસ્ટ દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. 11 એપ્રિલ થી સોમનાથ મંદિર અને ટ્રસ્ટ માં આવતા અન્ય મંદિરો દર્શનાર્થીઓ માટે બંધ રાખવાનો ફેસલો કરાયો છે.
ચૈત્રી નવરાત્રિ દરમિયાન પાવાગઢ મંદિરમાં ભક્તો ને પ્રવેશ આપવામાં નહીં આવે. સૌરાષ્ટ્રનું પ્રસિદ્ધ ખોડલધામ મંદિર 30 એપ્રિલ સુધી બંધ રહેશે. સુપ્રસિદ્ધ તુલસી શ્યામ મંદિર પણ 30 એપ્રિલ સુધી બંધ રહેશે.
મોરબીના વાંકાનેર નું જાણીતું માટેલ મંદિર ભક્તો માટે બંધ છે. અંબાજી મંદિરમાં ચૈત્રી નવરાત્રિમાં થતી અખંડ ધૂન પણ બંધ રાખવામાં આવી છે.
સાળંગપુર મંદિરમાં પૂજા-પાઠ, ધર્મશાળા અને ભોજનાલય 15 એપ્રિલ સુધી બંધ રહેશે. અમરેલીના લાઠીનું ભુરખીયા હનુમાનજી મંદિર પણ હાલમાં બંધ છે.
સુરતના ઓલપાડ માં આવેલું સિદ્ધનાથ મહાદેવ મંદિર પણ અચોક્કસ મુદત માટે બંધ છે. અમદાવાદમાં સ્વામિનારાયણ સંપ્રદાયના 23 મંદિર અનિશ્ચિત મુદ્દત માટે બંધ છે.
તાપીના વાલોડ ખાતે આવેલું ગણેશ મંદિર 30 એપ્રિલ સુધી બંધ રાખવાનો નિર્ણય છે. જૂનાગઢના ભવનાથ અને સતાધાર ધામ 30 એપ્રિલ સુધી દર્શનાર્થીઓ માટે બંધ રહેશે.
નોંધનીય છે કે,ગઈકાલે રાજ્યમાં સૌથી વધુ 4541 નવા કેસ નોંધાયા જયારે વધુ 42 ના મુતયુ થયા છે.ગુજરાત માં કોરોના એ તમામ રેકોર્ડ તોડી દીધા છે.
ગઈકાલે નોંધાયેલા કેસ અત્યાર સુધીમાં એક દિવસમાં નોંધાયેલા સોથી વધુ કેસ છે.આ પહેલા ગઈકાલે 9 એપ્રિલ 4 હજાર થી વધુ નવા કેસ નોંધાયા હતા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment