મુખ્યમંત્રી વિજય રૂપાણી ના રાજકોટ ભાજપ ની ચિંતામાં થયો મોટો વધારો, જાણો કેમ ?

238

રાજકોટમાં છેલ્લા થોડા દિવસોથી કોરોના ના કેસ નો વિસ્ફોટ થઈ રહયો છે. આ સિવાય ભાજપના નેતાના કોરોના કેસ ને લઈને સમાચાર સામે આવી રહ્યા છે. રાજકોટમાં ભાજપ નેતા કોરોના સંક્રમિત થયા છે.

અને તેના કારણે ભાજપની ચિંતામાં મોટો વધારો થયો છે.ભાજપ મહિલા નેતા નું આખું પરિવાર કોરોના સંક્રમિત થયું છે. ભાજપ અગ્રણી કાશ્મીરાબેન નથવાણી તેમના પતિ અને બે પુત્રો અને પુત્રવધુ અને બાળકો કોરોના સંક્રમિત થયા છે.

સમગ્ર પરિવાર કોરોનાની ઝપટે ચડતા સગા સ્નેહીઓ મા ચિંતાનું મોજું ફરી વળ્યું છે.રાજકોટ માં કોરોના ને નાથવા એક્શન પ્લાન અંગે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પત્રકાર પરિષદમાં જાહેર કર્યું હતું કે.

રાજકોટમાં આગામી દિવસોમાં 6631 બેડ તાત્કાલિક ઉભા કરવામાં આવશે. હાલમાં 4293 બેડ પૈકી 2535 ભરેલા છે અને 1700 આજના દિવસે ખાલી છે. રેમડેસીવીર ની અછત અંગે મુખ્યમંત્રીએ જણાવ્યું કે.

હલના સંજોગોમાં ઇન્જેક્શનો ની થોડી અછત છે તે હકીકત છે. સરકારે રાજકોટને 15 થી 16 હજાર ઇન્જેક્શન આપી દીધા છે અને નવા 50 હજાર ઇન્જેક્શન નો ઓર્ડર આપી દેવાયો છે.

જે આગામી બે ચાર દિવસમાં ફાલવી દેવામાં આવશે.નોંધનીય છે કે,ગઈકાલે રાજ્યમાં સૌથી વધુ 4541 નવા કેસ નોંધાયા જયારે વધુ 42 ના મૃત્યુ થયા છે.ગુજરાત માં કોરોના એ તમામ રેકોર્ડ તોડી દીધા છે.

ગઈકાલે નોંધાયેલા કેસ અત્યાર સુધીમાં એક દિવસમાં નોંધાયેલા સોથી વધુ કેસ છે.આ પહેલા ગઈકાલે 9 એપ્રિલ 4 હજાર થી વધુ નવા કેસ નોંધાયા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!