કોરોના મહામારી ના સમય વચ્ચે ભાજપના દિગ્ગજ નેતાએ કોરોના નિયમોના ખુલ્લેઆમ ઉડાવ્યા ધજાગરા.

122

ગુજરાતમાં કોરોના હાહાકાર મચાવ્યો છે,ત્યારે સરકારે રાજ્યમાં રાજકીય અને સામાજિક કાર્યક્રમો પર પ્રતિબંધ લગાવી દીધો છે. સરકાર દ્વારા કોરોના મહામારી દરમિયાન લોકોને ભેગા ન થવા અને કોરોના નિયમોનું પાલન કરવા માટે અપીલ કરવામાં આવી છે.

જો કે બનાસકાંઠા જિલ્લામાં ભાજપના નેતાએ કોરોના નિયમોનો દાટ વાળ્યો છે. કોરોના મહામારી વચ્ચે નેતાઓ નો કાર્યક્રમ યથાવત છે.

વડગામ તાલુકાના ગીડાસણ ગામે ભાજપના દિગ્ગજ નેતા અલ્પેશ ઠાકોર ની આગેવાનીમાં ભીડ એકત્રિત થઇ હતી.મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન ભીડ એકત્ર થઈ હતી.

અને સોશ્યલ ડિસ્ટન્સ અને માસ્ક ના નિયમોના ધજાગરા ઉડાવ્યા હતા. કોરોના મહામારી સમયે પણ નેતાઓ તાયફા કરી રહ્યા છે.આટલી ભીડ કઇ રીતે એકત્ર થઈ તેને લઈને વહિવટી તંત્ર સામે સવાલ ઉઠયા છે.

ગુજરાતમાં કોરોનાનો રાફડો ફાટયો છે ત્યારે તબીબીએ કોરોના વાયરસને લઈને જે દાવો કર્યો છે તે જાણીને ચોંકી જશે. તબીબોએ દાવો કર્યો છે.

કે રાજ્યમાં કોરોનાવાયરસ ના બીજા વેવ માં યુવાનો વધારે સંક્રમિત થઈ રહ્યા છે.નોંધનીય છે કે,ગઈકાલે રાજ્યમાં સૌથી વધુ 4541 નવા કેસ નોંધાયા જયારે વધુ 42 ના મુતયુ થયા છે.

ગુજરાત માં કોરોના એ તમામ રેકોર્ડ તોડી દીધા છે.ગઈકાલે નોંધાયેલા કેસ અત્યાર સુધીમાં એક દિવસમાં નોંધાયેલા સોથી વધુ કેસ છે.આ પહેલા ગઈકાલે 9 એપ્રિલ 4 હજાર થી વધુ નવા કેસ નોંધાયા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!