પ્રધાનમંત્રી મોદીની સુરક્ષાને લઇને અમદાવાદ તંત્ર દ્વારા લેવાયો આ નિર્ણય

પ્રધાનમંત્રી મોદી નો ગુજરાત પ્રવાસ નો આજે બીજો દિવસ છે ત્યારે પ્રધાનમંત્રી મોદી આજરોજ સમગ્ર ગુજરાતને સી.પ્લેન ની મહત્વકાંક્ષી પેટ આપશે. કેવડિયા થી પ્રધાનમંત્રી મોદી સી.પ્લેન મારફતે અમદાવાદ આવશે ત્યારે શહેરમાં પ્રધાનમંત્રી મોદીની મુલાકાતને લઈને સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી છે. પ્રધાનમંત્રી મોદી ના સુરક્ષાના ભાગરૂપે અમદાવાદ તંત્ર દ્વારા રસ્તાઓ ને લઈને મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આજ રોજ ગુજરાત પ્રવાસનો બીજો દિવસ છે અને પ્રધાનમંત્રી મોદી આજરોજ સી પ્લેન મારફતે અમદાવાદ આવવાના છે જેને લઇને શહેરના રિવરફ્રન્ટ પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સાબરમતી નદીમાં બોટમાં પોલીસની સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે અને આ સાથે પ્રધાનમંત્રી મોદીની મુલાકાતને લઇને.

શહેરના કેટલાક રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે.જેમાં બપોર સુધી રિવરફ્રન્ટ નો માર્ગ પણ બંધ રહેશે. પ્રધાનમંત્રી મોદીની અમદાવાદ મુલાકાતને લઈને જ રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે તેમાં આરટીઓ સર્કલ થી વાડજ સર્કલ સુધી.

વાડજસ્મશાનગૃહ થી આંબેડકર બ્રિજ સુધી સવારે 10 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધી રસ્તાઓ બંધ કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય તંત્ર દ્વારા લેવામાં આવ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*