5 મે પછી પણ ગુજરાતના શહેરો માટે લેવાઈ શકે છે આ નિર્ણય, જાણો.

258

ગુજરાતમાં મહામારી ના કહેર વચ્ચે રાજ્યમાં લાગૂ પ્રતિબંધોને સરકાર લંબાવી દે તેવી સંભાવના છે. ગુજરાત રાજ્યમાં સતત વધી રહેલા વાયરસ ના કેસ વચ્ચે ગુજરાત માટે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સરકાર દ્વારા 29 શહેરોમાં જે પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યા છે.

તે 5 મી મે સુધી લગાવવામાં આવ્યા હતા. એવામાં હવે આ પ્રતિબંધો લંબાવવા મુદ્દે ગુજરાત સરકાર મોટી મૂંઝવણ માં છે. લોકડાઉન ની જાહેરાત કરવા મુદ્દે રાજ્યની સરકાર મૂંઝવણમાં દેખાઈ રહી છે.

રાજ્યમાં અત્યારે રાતના 8:00 વાગ્યા થી સવારના 6 વાગ્યા સુધી નાઈટ કરફ્યુ તથા વિવિધ પ્રકારના પ્રતિબંધો કરવામાં આવ્યા છે.

આ પ્રતિબંધોને હવે લંબાવવામાં આવે તેવી પૂરી સંભાવના છે. જેનો અર્થ થાય છે કે રાજ્યમાં અત્યારે જે જગ્યાઓને બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે તે હજુ પણ બંધ રહેશે.

રાજ્ય સરકારની કેબિનેટની મિટિંગ બાદ ગુજરાત સરકાર મોટી જાહેરાત કરી શકે છે. આટલું જ નહીં આ નિયમ ને વધુ કડક બનાવે તેવી પણ સંભાવના છે.

નોંધનીય છેકે ગુજરાતમાં વાઇરસ ના વધતા કેસના કારણે પહેલા નાઈટ કરફ્યુ અને તે બાદ વિવિધ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!