રાજ્યના વાતાવરણમાં ફરી એક વખત પલટો આવ્યો છે. ઉત્તર ગુજરાતમાં ફરી એક વખત માવઠા ની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ પડશે જેમાં ખાસ કરીને હવામાન વિભાગે બનાસકાંઠાના પાલનપુર, ડીસા, થરામાં કમોસમી વરસાદની આગાહી કરી છે.
કમોસમી વરસાદની આગાહીને પગલે ખેડૂતો ચિંતામાં મુકાયા છે.ખેડૂતોના ઘઉં,જીરું,ચણા,રાયડો સહિતના પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે.
હવામાન વિભાગે 24 થી 30 ડિસેમ્બર સુધી વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે જણાવ્યું કે જેવી વરસાદી સિસ્ટમ હટત્તા જ ઠંડીનો ચમકારો અનુભવાશેબ એટલે કે નવા વર્ષની શરૂઆતમાં જ કાતિલ ઠંડી પડશે અને આગામી દિવસોમાં તાપમાનનો પારો ઉચકાશે.
નોંધનીય છે કે ગઈ કાલે સવારે રાજ્યમાં વાતાવરણ મિજાજ બદલ્યો હતો અને ખાસ કરીને બનાસકાંઠા જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો હતો. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે 28 ડિસેમ્બરે માવઠાની આગાહી કરવામાં આવી છે અને 27 ડિસેમ્બરે વાદળછાયું વાતાવરણ રહેશે તેવી સંભાવના છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment