મિત્રો હાલમાં સોશિયલ મીડિયા પર ચારેય બાજુ સુરત શહેરમાં યોજાયેલા એક લગ્નની ચર્ચા ચાલી રહી છે. સુરતના ડુમસ રોડ ખાતે એક ભવ્ય લગ્નમંડપ તૈયાર કરવામાં આવ્યો હતો. આ લગ્ન સમારોહનો સેટ ચારધામની થીમ પર તૈયાર કરવામાં આવ્યો હતો. આ લગ્ન સુરતના રાજહંસ ગ્રુપના બિલ્ડર વિજય દેસાઈની દીકરી મૌસમ હતા. મૌસમ રાજહંસ ગ્રુપના ચેરમેન જયેશ દેસાઈની ભત્રીજી છે. દીકરીના લગ્નમાં કરોડો રૂપિયાનો અદભુત, આલિશાન, અકલ્પનીય અને અવિશ્વાસનીય સેઠ તૈયાર કરવામાં આવ્યો હતો.
આ ઉપરાંત લગ્નમાં ક્રિકેટર, બોલીવુડ અને રાજકારણની અનેક મોટી હસ્તીઓ મહેમાન તરીકે ઉપસ્થિત રહી હતી. 27 જાન્યુઆરીના રોજ આ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. મિત્રો તમે જણાવી દે કે લગ્નમાં ક્રિકેટના ભગવાન ગણાતા સચિન તેંડુલકર અને તેમની પત્ની અંજલી તેંડુલકર હાજર રહ્યા હતા. આ ઉપરાંત બોલીવુડ અભિનેત્રી રવિના ટંડન, નોરા ફતેહી, દિગજ બોની કપૂર હાજર રહ્યા હતા.
તેમજ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ અને યોગગુરૂ બાબા રામદેવ સહિતના લોકો લગ્નમાં હાજર રહ્યા હતા. મિત્રો તમને જણાવી દઈએ કે આ લગ્નમાં ખૂબ જ લિમિટેડ લોકો અને રાજહંસ ગ્રુપના ચેરમેન જયેશ દેસાઈ અને વિજય દેસાઈના અત્યંત નજીકના મહેમાનોને આમંત્રણ આપવામાં આવ્યું હતું.
27 તારીખના રોજ જયેશ દેસાઈની ભત્રીજીના લગ્ન થઈ ચૂક્યા છે. મિત્રો તમને જણાવી દઈએ કે 35,000 ની કંકોત્રી આપીને ખાસ મહેમાનોને લગ્નમાં આમંત્રણ આપવામાં આવ્યું હતું. લગ્નમાં હાજર તમામ મહેમાનોએ ચારધામની યાત્રા કરી હોય તેવો સેટ તૈયાર કરવામાં આવ્યો હતો. લગ્ન મંડપના એન્ટ્રીગેટમાં તમે પ્રવેશો ત્યારે દેવભૂમિ દ્વારકામાં પહોંચી ગયા હોય તેવી અનુભૂતિ થાય એ પ્રકારનો સેટ ઉભો કરવામાં આવ્યો હતો.
આ ઉપરાંત ગીર સોમનાથથી આવેલા સોમનાથનું મંદિર, ઉતરાખંડમાં આવેલા કેદારનાથ, મધ્યપ્રદેશમાં આવેલું મહાકાળી માતાજીનું મંદિર અને આંધ્રપ્રદેશમાં આવેલું મલ્લિકાર્જુનનું મંદિર બનાવવામાં આવ્યું હતું. આ ઉપરાંત શંકરાચાર્યના ચાર મઠ જેમાં બદ્રીનાથ, જગન્નાથપુરી, દ્વારકા અને રામેશ્વરનો સમાવેશ કરાયો હતો.
લગ્નમાં આવેલા મહેમાનોની બેઠક વ્યવસ્થા ખૂબ જ સુંદર રીતે ગોઠવવામાં આવી હતી. મિત્રો તમને જણાવી દઈએ કે સચિન તેંડુલકર અને બિઝનેસમેન જયેશ દેસાઈ ખૂબ જ જૂના મિત્રો છે. જયેશ દેસાઈ નું સપનું હતું કે તેઓ એક દિવસ સચિન તેંડુલકરની ફરારી કાર ખરીદશે. અને જયેશ દેસાઈ હવે સચિન તેંડુલકરની ફરારી કાર ખરીદી લીધી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment