સમર્થકોને મળવા કારમાંથી નીચે ઉતરતી વખતે, આરોગ્ય મંત્રીને પર પોલીસ કર્મચારીએ ગોળી ચલાવી દીધી…સારવાર દરમિયાન આરોગ્ય મંત્રીનું દુઃખદ નિધન…જુઓ વાયરલ વિડિયો…

Published on: 12:41 pm, Mon, 30 January 23

સમગ્ર દેશભરમાં દિવસેને દિવસે જીવ લેવાની ઘટનાઓ વધી રહે છે. ત્યારે ગઈકાલે બનેલી એક જીવ લેવાની ઘટના સામે આવી હતી. આ ઘટનામાં ઓરિસ્સાના આરોગ્ય મંત્રી નબા કિશોર દાસ પર એક પોલીસ કર્મચારીએ ગોળીઓ ચલાવી હતી. ત્યારબાદ તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું છે.

આ ઘટના બનતા જ ચારેય બાજુ ભારે અફરાતફરી મચી ગઈ હતી. વિગતવાર વાત કરીએ તો ગઈકાલે બપોરના 1 વાગ્યાની આસપાસ ASIએ આરોગ્ય મંત્રી પર ફાયરિંગ કર્યું હતું. આ ઘટનામાં આરોગ્ય મંત્રીના છાતીના ભાગે બે ગોળી વાગે હતી. સમગ્ર ઘટના બની આબાદ આરોગ્ય મંત્રીને એરલિફ્ટ કરીને સારવાર માટે ભુવનેશ્વરની એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અહીં હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું.

વિગતવાર વાત કરીએ તો આરોગ્ય મંત્રી બ્રજરાજનગરમાં એક કાર્યક્રમમાં હાજરી આપવા માટે જઈ રહ્યા હતા આ દરમિયાન તેમની સાથે આ ઘટના બની હતી. આરોગ્ય મંત્રી કારની આગળની સીટ પર બેઠેલા હતા. ત્યારે તેઓ પોતાના સમર્થકોને મળવા કારમાંથી નીચે ઉતરે છે. ત્યારે તરત જ ત્યાં હાજર ASI મંત્રી ઉપર ગોળીઓ ચલાવે છે.

આ ઘટનામાં કિશોરદાસ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. ત્યારબાદ ઘટના સ્થળે હાજર તેમના સમર્થકોએ તેમને પકડી લીધા હતા અને એમ્બ્યુલન્સ બોલાવીને તેમને હોસ્પિટલ લઈ ગયા હતા. પછી ત્યાંથી એરલીફ્ટ કરીને તેમને ભુવનેશ્વરની એપોલો હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં લગભગ સાત કલાક પછી આરોગ્ય મંત્રી કિશોરદાસનું મૃત્યુ થયું હતું.

મળતી માહિતી અનુસાર આરોગ્ય મંત્રી કિશોરદાસ એક કાર્યક્રમમાં ચીફ ગેસ્ટ હતા. જ્યારે તેઓ ત્યાં પહોંચ્યા ત્યારે તેમના સ્વાગતમાં મોટી ભીડ એકઠી થઈ હતી. ત્યારે અચાનક જ તેમના ઉપર કોઈકે ગોળી ચલાવી હતી. ત્યાં હાજર લોકોએ જોયું તો એક પોલીસ કર્મચારી ફાયરિંગ કરીને ભાગી રહ્યો હતો. મૃત્યુ પામેલા આરોગ્ય મંત્રી કોંગ્રેસના એક દિગ્ગજ નેતા હતા. તેઓ 2009, 2014 અને 2019ની ધારાસભ્યની ચૂંટણી જીતેલા છે.

વિડીયા રિપોર્ટ અનુસાર જાણવા મળી રહ્યું છે કે, આરોગ્ય મંત્રીની સુરક્ષામાં તહેનાત ASI ગોપાલદાસે મંત્રી પર ફાયરિંગ કર્યું હતું. એવું કહેવામાં આવી રહ્યું છે કે પોલીસ કર્મચારીએ આરોગ્ય મંત્રી પર પાંચ રાઉન્ડ ફાયરિંગ કર્યા હતા. જોકે હજુ સુધી પોલીસ તરફથી આ ઘટનાને લઈને કોઈ પણ પ્રકારનું નિવેદન આપવામાં આવ્યું નથી. આરોપી ASI ગોપાલદાસ ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "સમર્થકોને મળવા કારમાંથી નીચે ઉતરતી વખતે, આરોગ્ય મંત્રીને પર પોલીસ કર્મચારીએ ગોળી ચલાવી દીધી…સારવાર દરમિયાન આરોગ્ય મંત્રીનું દુઃખદ નિધન…જુઓ વાયરલ વિડિયો…"

Leave a comment

Your email address will not be published.


*