17 વર્ષના વિદ્યાર્થીઓ હોસ્ટેલના ચોથા માળેથી નીચે કૂદીને, સુસાઈડ કરવાનો પ્રયાસ કર્યો…જુઓ ઘટનાના લાઈવ સીસીટીવી ફૂટેજ…

Published on: 4:40 pm, Sun, 29 January 23

સમગ્ર દેશભરમાં દિવસેને દિવસે જીવ ટૂંકાવાની ઘટનાઓ વધી રહે છે. ખાસ કરીને નાની ઉંમરના યુવાનો અને યુવતીઓ ઘણી વખત નાની-નાની બાબતમાં સુસાઇડ જેવું મોટું પગલું ભરી લેતા હોય છે. ત્યારે હાલમાં બનેલી એક રુવાટા ઉભા કરી દેનારી ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક 17 વર્ષના વિદ્યાર્થીએ હોસ્ટેલના ચોથા માળેથી નીચે કૂદીને પોતાનો જીવ ટૂંકાવાનો પ્રયાસ કર્યો છે.

આ ઘટનાના એક સીસીટીવી ફૂટેજ પણ હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. આ ઘટના રાજસ્થાનના કોટામાં બની હતી. સીટી મોલ પાછળ રોડ નંબર બે વિસ્તારમાં આવેલી હોસ્ટેલના ચોથા માળની બાલ્કની માંથી કૂદીને વિદ્યાર્થીએ પોતાનો જીવ ટૂંકાવાનો પ્રયાસ કર્યો હતો.

લગભગ 50 ફૂટની ઊંચાઈએથી વિદ્યાર્થી ઊંધા માથે નીચે પડ્યો હતો. આ ઘટનામાં વિદ્યાર્થી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. સમગ્ર ઘટના બન્યા બાદ તેને સારવાર માટે તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ પગલું ભરનાર વિદ્યાર્થી મૂળ મહારાષ્ટ્રનો રહેવાસી છે.

તે છેલ્લા 14 મહિનાથી રાજસ્થાનના કોટામાં રહીને JEEની તૈયારી કરી રહ્યો છે. વિદ્યાર્થીએ સુસાઇડ કરવાનો પ્રયાસ કયા કારણોસર કર્યો તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. ઘટના સ્થળે લાગેલા સીસીટીવી કેમેરામાં આ સંપૂર્ણ ઘટના કેદ થઈ ગઈ હતી. હોસ્ટેલના મેનેજરના જણાવ્યા અનુસાર, આ ઘટના સવારે 4.50 વાગ્યાની આસપાસ બની હતી.

વિદ્યાર્થી સૌપ્રથમ પોતાની રૂમની બહાર આવ્યો હતો અને ત્યારબાદ સીડી દ્વારા ચોથા માળે ગયો હતો. ત્યાં ચોથા માળની બાલ્કની માંથીતે નીચે કૂદી ગયો હતો. વિદ્યાર્થીને શું તણાવ હતો તેનું કારણ જાણી શકાયું નથી. પોલીસને એક ચિઠ્ઠી પણ મળી આવી છે.

હાલમાં વિદ્યાર્થીની હાલત ખૂબ જ નાજુક છે અને તેની સારવાર ખાનગી હોસ્પિટલમાં ચાલી રહી છે. આ ઘટનામાં તેના જડબાના ભાગે અને કમરના નીચેના ભાગે ગંભીર ઈજા પહોંચે છે. હાલમાં તે વેન્ટિલેટર ઉપર છે. ઘટનાની માહિતી મળતા પરિવારના લોકો તાત્કાલિક હોસ્પિટલ પહોંચી આવ્યા હતા. વિદ્યાર્થીની સારવાર પૂર્ણ થયા બાદ તેને આ પગલું કયા કારણોસર ભર્યું હતું તે જાણવા મળશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો