40 લાખથી પણ વધારે ખેડૂતોને ભારે પડી આ મોટી ભૂલ! ખાતામાં ન આવ્યો એક પણ રૂપિયો, ભૂલ સુધારવા માટે વાંચો અમારો અહેવાલ.

Published on: 5:08 pm, Tue, 8 September 20

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સૌથી મોટી ખેડૂતો માટેની યોજના ‘પીએમ કિસાન સન્માન નિધિ સ્કીમ’ ના 20 મહિના પૂરા થઈ ગયા છે.આ સમયે સ્પેલિંગ, બેન્ક એકાઉન્ટ નંબર અથવા આધાર સિંદિંગ ન હોવાને કારણે 46 લાખથી વધુ લોકો નું પેમેન્ટ ફેલ થઈ ગયું છે. પહેલા હપ્તામાં સૌથી વધુ લોકોની પેમેન્ટ ફેલ થઈ હતી. ત્યારબાદ વધતી જાગૃતિને કારણે ધીરે ધીરે આવા લોકોની સંખ્યામાં ઘટાડો થવા લાગ્યો.

કેન્દ્રીય કૃષિ મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યા અનુસાર અરજદારોના નામ, મોબાઈલ નંબર અને બેન્ક એકાઉન્ટ નંબર માં મોટાપાયે ગડબડ થઈ છે.જણાવવામાં આવ્યું છે કે રાજ્યોમાં મહારાષ્ટ્ર,મધ્યપ્રદેશ અને યુપીમાં સૌથી આગળ છે. આ કારણે ખેતી કરતા ખેડૂતો માટે 6000 રૂપિયા જોઈએ તો ફોર્મ ભરતી વખતે સાવધાની રાખો. નહીં તો આવેદન બાદ પણ પૈસા નહીં આવે.

કઈ રીતે સુધારી શકાય ભૂલ?

સૌથી પહેલા PM-kishan scheme ની ઓફિશિયલ વેબસાઇટ પર જાવ. તેના ફોર્મર કોર્નર ની અંદર જઈને Edit Aadhaar Details ઓપ્શન પર ક્લિક કરો.

તમારે અહીં પોતાનો આધાર નંબર દાખલ કરવાનો રહેશે. ત્યારબાદ એક કેપ્ચા કોડ નાખીને સબમિટ કરો.જેવું કે નીચે દર્શાવવામાં આવ્યું છે.

જો તમારું ફક્ત નામ ખોટું હોય એટલે કે એપ્લિકેશન અને આધાર માં જે તમારું નામ છે બંને અલગ અલગ છે તો તમે તેને ઓનલાઈન ઠીક કરી શકો છો. જો કોઈ અન્ય ભૂલ છે તો તેને તમે પોતાના એકાઉન્ટ, બેંક અને કૃષિ વિભાગ કાર્યાલયમાં સંપર્ક કરો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!