નવા બજેટ ના કારણે સોના-ચાંદીની કિંમતમાં થશે આ મોટો ફેરફાર, જાણો.

97

વર્ષ 2021-22 ના કેન્દ્રીય બજેટમાં સોના-ચાંદી ઉદ્યોગ તેમજ જેમ્સ જવેરી ઉદ્યોગને ઘણી મોટી રાહત આપી છે. બજેટમાં સરકારે બુલિયન અને જેમ્સ જવેલરી ઉદ્યોગને રાહત આપતા કસ્ટમ ડ્યુટીમાં ઘટાડો કર્યો છે. બજેટમાં સરકારે સોનાની આયાત જકાત ઘટાડી ને 7.5 ટકા કરી છે જે હાલ 12.5 ટકા છે.

ઉલ્લેખનીય છે કે ચીન બાદ ભારત વિશ્વમાં સોનાના સૌથી મોટો ગ્રાહક છે અને મોદી સરકારે જૂલાઈ 2019 માં સોના-ચાંદીની આયાત જકાત વધારીને 12.5 કરી હતી.હવે વર્ષ 2021-22 ના કેન્દ્રીય બજેટમાં સરકારે સોના ચાંદી પરની આયાત.

જકાત ઘટાડવા કિંમતી ધાતુઓના ભાવ ઘટવાની શક્યતા છે.બજેટ ભાષણમાં નાણા પ્રધાન નિર્મલા સીતારામને જણાવ્યું કે, સોના અને ચાંદી પરની જકાત ને તર્કસંગત બનાવવામાં આવશે.

બજેટમાં કસ્ટમ જકાત ઘટવાની જાહેરાતથી સોનાના ભાવ ઘટયા હતા.એમસીએકસ ખાતે સોનાનો વાયદો 1300 રૂપિયા જેટલો ઘટીને 47850 રૂપિયા પ્રતિ 10 ગ્રામના નીચા સ્તરે ક્વોટ થયો હતો.જોકે ચાંદીમાં 3500 રૂપિયા ઉછળી હતી જેનું કારણ વૈશ્વિક બજારમાં ચાંદીના ભાવમાં આવેલી તેજી હતી.

નવા બજેટમાં સરકારે સોના ચાંદીની સાથે સાથે અન્ય કિંમતી ધાતુઓની પણ કસ્ટમ ડ્યુટી ઘટાડી છે જેમાં પ્લેટિનમ અને પેલેડિયમ ની આયાત જકાત જે હાલમાં 12.5 ટકા છે જે ઘટાડીને 10 ટકા કરવામાં આવી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!