25 ડિસેમ્બરના રોજ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની જન્મ જયંતી છે અને આ જન્મ જયંતી નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા અટલજીના સ્મારક ખાતે પુષ્પાંજલી અર્પણ કરવામાં આવશે. પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની જન્મ જયંતીના દિવસે પ્રત્યેક વર્ષે સુશાસન દિવસ ઉજવવામાં આવશે. ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે જણાવ્યું કે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી ની.
જન્મ જયંતી નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પુષ્પાંજલિ અર્પણ કરશે.25મી ડિસેમ્બરના રોજ બપોરે 12 વાગ્યે વડાપ્રધાન મોદી ખેડૂત ના હિત માટે કૃષિ બિલ નું મહત્વ વિશે સંબોધન કરશે. આ ઉપરાંત કૃષિ સહાય રૂપે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ નવ કરોડ.
ખેડૂતોના ખાતામાં 18000 કરોડ જમા કરવામાં આવશે. ૨૧ ડિસેમ્બરના રોજ ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે વિશેષ ઉપસ્થિતિમાં સ્વરાજ ચૂંટણીના.
ઇન્ચાર્જ ની સાથે વર્ચ્યુઅલ બેઠક બોલાવી હતી જે દરમિયાન તેમને આ અંગેની જાહેરાત કરી હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment