જામનગરના 10 ધોરણ પાસ આ મહિલા એવી ખેતી કરે છે કે, દૂર દૂરથી ખેડૂતો આવે છે તેમની ખેતી જોવા…

Published on: 6:00 pm, Thu, 10 November 22

આપણા ગુજરાતીમાં ઓલી કહેવત કહેવાય છે ને કે “સિદ્ધિ તેને જય વરે જે પરસેવે ન્હાય”, આ કહેવતને સાર્થક કરે છે જામનગરની એક મહિલા. જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના નાનારવા ગામ આરબલુસમાં રહેતા પાયલબેન વિશે આજે આપણે વાત કરવાના છીએ. પાયલબેન 10 ધોરણ પાસ છે. પરંતુ આજે પાયલબેન પોતાની મહેનત અને સંઘર્ષથી એક સફળ ખેડૂત બન્યા છે.

મિત્રો તમે સામાન્ય રીતે પુરુષોને ખેતી ક્ષેત્રે કામ કરતા વધુ જોયા હશે. પરંતુ આજે પાયલબેન પોતાની મહેનત અને સંઘર્ષથી ખેતીમાં આગળ વધી રહ્યા છે. તમને જણાવી દઈએ કે પાયલબેન અમેરિકન સુપરફૂડની અનોખી ખેતી કરી રહ્યા છે. શરૂઆતમાં તો તેમને અમેરિકન સુપરફુડની ખેતી કરવામાં અનેક મુશ્કેલીઓ પડતી હતી.

છતાં પણ તેમને હાર ન માની અને સતત પોતાના પ્રયત્નો ચાલુ રાખ્યા. લગભગ ત્રણ વર્ષ બાદ પાયલબેનની મહેનત રંગ લાવી અને તેઓએ આ ખેતીમાં 100 ટકા સફળતા મેળવી. મિત્રો તમને જણાવી દઈએ કે, આ આરબલુસ ગામે રહેતા પાયલબેન મનસુખભાઈ કટારીયા પહેલીવાર માત્ર ટ્રાયલ બેઝ અમેરિકાનું સુપરફૂડ કિનોવાનાનું વાવેતર કર્યું હતું.

અમેરિકાના આ સુપરફુડની ખેતી કરવામાં પાયલબેનને જમીન, વરસાદ અને બિયારણ જેવી અનેક સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ સતત ત્રણ વર્ષ સુધી પાયલબેનએ પોતાની મહેનત ચાલુ રાખી અને અંતે તેમને ખેતીમાં સફળતા મળી હતી. પાયલબેનએ કહ્યું કે, તેઓ છેલ્લા કેટલાય સમયથી આત્મા પ્રોજેક્ટ અને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર સાથે સંકળાયેલા છે.

ત્યાંથી તેમને નવા નવા રોપ વિશે જાણકારી મળતી હતી. પાયલબેન હાલમાં કીનોવા નામના અમેરિકાના પાકની ખેતી કરે છે અને તે અમેરિકાનો સુપરફૂડ છે. આ પાકને આપણા દેશમાં અમુક લોકો અમેરિકન બાજરી તરીકે પણ ઓળખે છે. ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં કીનોવાનું વાવેતર જોવા મળે છે. પરંતુ સૌરાષ્ટ્રમાં એક પણ ખેડૂત આ પાકનું વાવેતર કરતા નથી.

2020 માં પાયલબેન કીનોવા ઉગાડવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ તેમને 100 ટકા સફળતા મળી ન હતી. સતત ત્રણ વર્ષના પ્રયત્નો બાદ પાયલબેનને 2022માં 100 ટકા સફળતા મળી છે. પાયલબેનની આ ખેતી જોવા માટે દૂર દૂરથી લોકો અહીં આવે છે એટલું જ નહીં પરંતુ વિદેશથી પણ લોકો અહીં આવે છે તેવું જાણવા મળી રહ્યું છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "જામનગરના 10 ધોરણ પાસ આ મહિલા એવી ખેતી કરે છે કે, દૂર દૂરથી ખેડૂતો આવે છે તેમની ખેતી જોવા…"

Leave a comment

Your email address will not be published.


*