ગુજરાત રાજ્યમાં કોરોનાની મહામારી ને ધ્યાનમાં રાખીને તમામ મંદિરો બંધ કરી દેવામાં આવ્યા હતા પરંતુ કરો ને બીજી લહેર ધીમી પડતા સરકાર દ્વારા 11 જૂન ના રોજ તમામ ભક્તો માટે મંદિર ખુલ્લા મૂકવાનો નિર્ણય કર્યો હતો.
મંદિરમાં પ્રવેશ માટે ભક્તોની આ નિયમોનું પાલન કરવું પડશે માસ્ક ફરજિયાત પહેરવો પડશે, સેનીટાઇઝ અને સામાજિક અંતર કાળજી લેવાનું આવ્યું છે. આ ઉપરાંત મંદિરમાં 50 લોકો એકસાથે જવા દેશે.
ગુજરાત રાજ્યમાં આજથી પાવાગઢ, ચોટીલા, દ્વારકા, વડતાલ, સોમનાથ અને સંતરામ નુ મંદિર આજે ભક્તો માટે ખુલ્લા મૂકી દીધા છે. આ ઉપરાંત 12 જૂનના રોજ રાજ્યમાં અંબાજી માનુ મંદિર ભક્તો માટે ખુલ્લું મૂકી દેશે.
કોરોના ના કારણે ગુજરાતનું સોમનાથ મહાદેવ મંદિર 61 દિવસ બંધ રહ્યું હતું.આ ઉપરાંત ગુજરાતનો અંબાજી મંદિર 57 દિવસ બંધ રહ્યું હતું.
મળતી માહિતી મુજબ ગુજરાતમાં આવેલ બગદાણા બજરંગદાસ બાપાનું મંદિર 15 જૂન પછી ભક્તો માટે ખુલ્લુ મુકવામાં આવશે. આ ઉપરાંત ડાકોર મંદિરની ખોલવાની કોઈપણ માહિતી સામે આવી નથી. આગામી સમયમાં નિર્ણય લઈને આ મંદિર ખુલ્લુ મુકવામાં આવશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment