સતત વરસી રહેલા ભારે વરસાદમાં લોકો ના સમજુ થઈને લાપરવાહી કરવાનું ભૂલતા નથી. આવો એક નજારો ધાર જિલ્લા ના તાલુકા ઢાલ પંચાયતના જોગી બયદા ઝરણા પાસે જોવા મળ્યો હતો. છેલ્લા રવિવારે પીથમપુર ઇન્દોર થી લોકો અહીંયા પહોંચ્યા હતા.અચાનક જ આ ઝરણામાં પાણી વધવાથી કાર પણ વહેવા લાગી હતી. જેમાંથી બે કારને કાઢવામાં પણ આવી હતી, પરંતુ એક કાર પાણી સાથે વહી ગઈ હતી.
જોકે સારી વાત એ છે કે કાર માં કોઈ બેઠું ન હતું. ધાર જિલ્લાના નાલચા વિકાસ ખંડની ગ્રામ પંચાયત ઢાલ ના અંતર્ગત જોગી ભડક ઝરણું ખૂબ જ પ્રસિદ્ધ છે. શનિવાર અને રવિવારના રોજ મેળા જેવું દ્રશ્ય અહીં જોવા મળી રહે છે. મોટી સંખ્યામાં ઇન્દોર ના લોકો પ્રાકૃતિક સૌંદર્ય જોવા આવે છે.
છેલ્લા રવિવારે મોટી સંખ્યામાં લોકો ત્યાં હાજર હતા અને પ્રાકૃતિક સૌંદર્યનો આનંદ માણી રહ્યા હતા. અચાનક પાણીની આવક વધારે થઈ જતા અને પુલિયા પર ઊભેલી ગાડીઓમાંથી 3 કાર પાણીમાં વહેવા લાગી હતી.
જોકે ખુશીની વાત તો એ છે કે, 2 કાર ને તો ત્યાંના લોકોએ બચાવી લીધી હતી.હાજર લોકોને અચાનક પાણી વિશે જાણવા મળ્યું ન હતું.જ્યાં સુધી તેઓ સક્ષમ ન થાય ત્યાં સુધી તો ત્રણ કાર તેજ પાણીના વહેણમાં વહી ગઈ હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જુરૉકઝ ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment