આજે વહેલી સવારે 3:37 વાગ્યે ઉના દીવ પાસેના દરિયામાં મહાવિનાશક તીવ્ર વાવાઝોડું આવે તે પહેલા ઉનામાં મચ્છુ નદીના કાંઠા નજીક, તપેશ્વર મહાદેવ મંદિર અને દાદાવાડી પાસે કેન્દ્ર બિંદુ ધરાવતો પ્રચંડ શક્તિશાળી ભૂકંપથી લોકો ઘરની બહાર નીકળી ગયા હતા.
વાવાઝોડાનો ખતરો આવે તે પહેલા આ બેવડી આપત્તિથી લોકો ભયથી ધ્રૂજી ઊઠયા છે.ભૂંકપ દૂર દૂર સુધી અનુભવાયો હતો.આઇ.એસ.આર માં રીચલ સ્કેલ પર આ ભૂંકપ 4.5 ની યુવરાજના નોંધાયો છે.
તેમજ નેશનલ સેન્ટર માં પણ આ ભૂકંપ નોંધાયો હતો જે કચ્છ સહિત સમગ્ર ગુજરાતમાં આટલી તીવ્રતાનો ચાલુ વર્ષમાં પ્રથમ ભૂંકપ છે. ભૂકંપનું કેન્દ્ર બિંદુ જમીનમાં માત્ર 3500 મીટરની ઊંડાઈએ હતું જે પરથી ભૂગર્ભજળસપાટીથી ભુતલમાં અપસેટ સર્જાતાં ભૂકંપ આવ્યાનું અનુમાન થાય છે.
જોકે ઉના, તાલાલા પંથકમાં ફોલ્ટ લાઈન પહેલેથી સક્રિય છે. આ પહેલા 20-1-2019 ના ઉના થી 38 કિલોમીટર દક્ષિણે 4.1 નો ભૂકંપ નોંધાયો હતો પરંતું ઉના શહેરની ભાગોળે ભૂકંપ આવ્યાનો આ પ્રથમ બનાવ છે.
એક તરફ વાવાઝોડા તોફાની વરસાદથી બચવા લોકોએ ઘરમાં રહેવું જરૂરી છે ત્યારે બીજી તરફ ભૂકંપ થી બચવા ઘરની બહાર નીકળવું જરૂરી છે. જોકે લોકોની હાલત અત્યંત કફોડી થઇ ગઇ હતી.
ઇ. સ 2021 ના વર્ષમાં સમગ્ર ગુજરાત માં આ પ્રથમ પ્રથમ શક્તિશાળી ભૂકંપ છે. સામાન્ય રીતે આ ભૂકંપ કચ્છ પંથકમાં આવતા રહ્યા છે પરંતુ હવે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત ઉપરાંત ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પણ આવા તીવ્ર ભૂકંપ સામાન્ય બની રહ્યા છે.
એક બાજુ લોકો કોરોના મહામારી થી બચવા કોશિશ કરી રહ્યા છે ત્યારે વાવાઝોડું અને ભૂકંપ જેવી કુદરતી પ્રકોપથી લોકોની હાલત અત્યંત કફોડી બની રહી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment