સુરત ભાજપ માટે આવ્યા માઠા સમાચાર, ભાજપનો પાયો નાખનાર નેતાઓ સહિતના હોદ્દેદારો જોડાયા AAP મા.

Published on: 10:01 am, Tue, 18 May 21

ગુજરાતમાં વાઇરસના વધતા કેસો અને વાવાઝોડાની ગંભીર અસર ની વચ્ચે રાજકારણમાં ગરમાવો આવ્યો છે. અલગ અલગ રાજકીય પક્ષો દ્વારા લોકો માટે કોવિડ સેન્ટર ઊભાં કરવામાં આવી રહ્યા છે અને કોઈ રાજકીય પક્ષ લોકોને ઇન્જેક્શન વિતરણ કરી રહ્યા છે.

તો કોઈ રાજકીય પક્ષ દ્વારા ઓક્સિજન ની બોટલો મફત આપવામાં આવી રહી છે. મહામારી વચ્ચે સુરતના રાજકારણમાં ભાજપનું ભંગાણ થયું છે અને ભાજપના પૂર્વ કોર્પોરેટરો અને પ્રદેશના પૂર્વ હોદ્દેદારો આમ આદમી પાર્ટીમાં જોડાયા છે.

રિપોર્ટ અનુસાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 27 બેઠકો પર સુરત મહાનગરપાલિકામા હાંસલ કરીને ગુજરાતના રાજકારણમાં એન્ટ્રી કરી છે. સુરતમાંથી કોંગ્રેસના સુપડા સાફ થઈ ગયા છે.

ધીમે ધીમે સુરતમા આમ આદમી પાર્ટી નું કદ મોટું થઈ રહ્યું છે. સુરત માં ભાજપના કારોબારી સભ્ય, પ્રદેશના પૂર્વ હોદ્દેદારો, પૂર્વ કોર્પોરેટર અને કાર્યકર્તા આમ આદમી પાર્ટીમાં જોડાયા છે.

આ માહિતી આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયા ફેસબુક પોસ્ટ ના માધ્યમથી આપી હતી. ગોપાલ ઇટાલીયા પોસ્ટમાં લખ્યું હતું.

કે સુરતમાં ભાજપનો પાયો નાખનાર પૂર્વ કોર્પોરેટર તેમ જ દેશના પૂર્વ હોદ્દેદારો અને હાલ શહેર કારોબારી સભ્ય રમેશ ગો આજરોજ તેમની ટીમ સાથે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે.

રમેશ ગોટાવાળા ની સાથે ભરત બોમ્બેવાલા, રાજેશ નવાજ વાલા, ગીતેશ ગાયવાલા, વિનોદ કોઠી વાલા, મેહુલ દૂધવાલા અને ભાજપના શહેર કારોબારી સભ્ય હંસા ચપડિયા, ભાજપના કાર્યકર્તા સંજય વખારિયા સહિત મોટી સંખ્યામાં સમર્થકો આમ આદમી પાર્ટીમાં જોડાયા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "સુરત ભાજપ માટે આવ્યા માઠા સમાચાર, ભાજપનો પાયો નાખનાર નેતાઓ સહિતના હોદ્દેદારો જોડાયા AAP મા."

Leave a comment

Your email address will not be published.


*