તૌકતે વાવાઝોડુનો કહેર : અમદાવાદ સહિત સમગ્ર રાજ્યભરમાં પવનની સાથે વરસાદને લઈને મોટી આગાહી, જાણો વિગતે.

Published on: 11:01 am, Tue, 18 May 21

તૌકતે વાવાઝોડાના બગલે રવિવારથી જ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાવા લાગ્યો હતો. હવામાન ખાતાની આગાહી મુજબ મંગળવાર અને બુધવારે બે દિવસ અમદાવાદ સહિત રાજ્યના વિવિધ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ તેમજ કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની પૂરેપૂરી શક્યતા છે.

અન્ય વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી આપવામાં નથી આવી તેવા વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ પડવાની શક્યતા છે. અમદાવાદ શહેરમાં તો સળંગ બે દિવસ અતિ ભારે વરસાદ પડવાની હવામાન વિભાગ દ્વારા આગાહી જાહેર કરવામાં આવી છે.

રવિવારે મોડી સાંજથી જ અમદાવાદ શહેરના વાતાવરણમાં પલટો આવ્યો હતો અને વરસાદી ઝાપટું પડયું હતું. આજે સોમવારે પણ બપોરના સમયે શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો.

જેના કારણે શહેરીજનોને કાળઝાળ ગરમીથી પણ છુટકારો પ્રાપ્ત થયો છે. અત્યાર સુધી માત્ર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડવાની શક્યતા હતી.

પરંતુ હવે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની સાથે સાથે મધ્ય અને ઉત્તર ગુજરાતના વિવિધ વિસ્તારોમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

18 મેના રોજ એટલે કે આજરોજ ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, જૂનાગઢ, બોટાદ, વલસાડ, નવસારી, દમણ, દાદરા નગર હવેલી, સુરેન્દ્રનગર, રાજકોટ, ભરૂચ, સુરત અમદાવાદ, આણંદ, ખેડા અને વડોદરામાં ભારેથી અતિભારે વરસાદ પડશે.

અને આ સિવાય પોરબંદર, મોરબી,જામનગર, ડાંગ, તાપી, નર્મદા, ગાંધીનગર અને કચ્છમાં પણ ભારે વરસાદ પડશે. 19 મેના રોજ અમદાવાદ, ગાધીનગર, આણંદ, વડોદરા,ભરૂચ, ખેડા, અરવલ્લી, સાબરકાંઠા, મહેસાણા.

સુરેન્દ્રનગર,બોટાદ,અમરેલી, ભાવનગર માં ભારે વરસાદ પડશે. સુરત, પંચમહાલ, મહીસાગર, બનાસકાંઠા, પાટણ, મોરબી, રાજકોટ, જુનાગઢ,ગીર સોમનાથમાં પણ ભારે વરસાદ પડશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "તૌકતે વાવાઝોડુનો કહેર : અમદાવાદ સહિત સમગ્ર રાજ્યભરમાં પવનની સાથે વરસાદને લઈને મોટી આગાહી, જાણો વિગતે."

Leave a comment

Your email address will not be published.


*