ગુજરાત રાજ્યના મહાનગરોમાં રાત્રી કર્ફ્યું ના સમયને લઈને આ લોકોએ નોંધાવ્યો વિરોધ, જાણો શું કરી માંગણી ?

અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરત એમ આ ચારેય મહાનગરોમાં વધતા કોરોના સંક્રમણ ને લઈને નાઈટ કરફ્યુ ની મુદતમાં 15 દિવસનો વધારો કરાયો છે.ચાર મહાનગરોમાં રાત્રી કરફ્યુ 15 એપ્રિલ સુધી અમલમાં રહેશે.જોકે આ નાઈટ કરફ્યુ નો મુખ્યમંત્રી વિજય રૂપાણી ના શહેર રાજકોટ માં વિરોધ થયો છે.

રાજકોટમાં રાત્રી કરફ્યુ ના મામલે ફૂડ એન્ડ બિવરેજીશ એસોસિયેશને વિરોધ નોંધાવ્યો છે. સમય રાત્રિના 10 થી વધારીને 11 કરવાની માંગણી હતી.જોકે તેમાં ઘટાડો કરી 9 વાગ્યાના સમય કરવામાં આવ્યો છે.

જેનો વિરોધ શરૂ થયો છે.આ પરિસ્થિતિમાં ધંધા બંધ કરવા પડે તેવી સ્થિતિ છે.રાજ્યમાં ચૂંટણી પહેલા કોરોના ના કેસ ઘટીને 200 સુધી આવી ગયા હતા.

નેતાઓએ ચૂંટણીપ્રચારના નામે જ નિયમોનો ઉલ્લઘન કરીને કોરોના નું સંક્રમણ ફરી એકવાર વકર્યું અને દરરોજના કેસ 2 હજારના પાર પહોંચી ગયા છે.ગૃહ વિભાગના સચિવ પંકજકુમારે આ અંગેની વિગતે આપતા જણાવ્યું કે.

કોરોના સંક્રમણ ના વ્યાપ ને ધ્યાનમાં લેતા રાજ્ય સરકારે કેન્દ્ર સરકારની કોરોના કૉવિડ 19 સંક્રમણ નિયત્રંણ માર્ગદર્શિકા આગામી તારીખ 30 એપ્રિલ સુધી યથાવત રાખવાનો નિર્ણય કર્યો છે.

મંગળવારના છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોના વધુ નવા 2220 નવા કેસો સામે આવ્યા છે જ્યારે નવા 10 લોકોના મોત થતા રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4510 એ પહોંચ્યો છે.

આજ રોજ ગુજરાત રાજ્યમાં વધુ 1988 દર્દીઓ સાજા થયા છે તો ફૂલ 2,88,565 દર્દીઓ કોરોના ને માત આપી ચૂક્યા છે જ્યારે રાજ્યમાં સાજા થવાનો દર 94.51 ટકા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*