સમગ્ર રાજ્યમાં કોરોનાએ ખૂબ જ આંતક મચાવ્યો છે. કોરોનાવાયરસ ના વધતા સંક્રમણ માં અમદાવાદ પછી સુરતનો નંબર આવે છે.આજથી 5 મે સુધી સુરત માં ઘણી ટેક્સટાઇલ માર્કેટ અને હીરા બજાર બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને સાથે સુરતની મહિધરપુરા હીરા માર્કેટને પણ બંધ રાખવા સ્થાનિક PI દ્વારા કહેવામાં આવ્યો છે.
સુરત પોલીસ અને પાલિકા દ્વારા સવારથી જ ફૂટ પેટ્રોલિંગ કરીને કોરોના સંક્રમણ જેવા શંકાસ્પદ સ્થાનને બંધ કરાવવા લોકોને ફરજ પાડવામાં આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે ગઇકાલે રૂપાણી સરકારે રાજ્યના 29 શહેરોમાં રાત્રી કરફ્યુ ના આજરોજ અમલની જાહેરાત કરી હતી.મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે સોશિયલ મીડિયા મારફતે ગુજરાતની જનતાને સંબોધન કર્યું હતું.
તેમની આગામી આઠ દિવસમાં કેટલા કડક પ્રતિબંધ તથા રાત્રિ કરફ્યુ દ્વારા કોરોના પર વિજય મેળવવા લોકોને સાથે મળીને લડાઈ માં જોડાવા કહ્યું હતું. સુરતમાં ઉદ્યોગિક એકમ સહિતના એકમો પૈકી કાપડ માર્કેટ ને પણ બંધ રાખવા માટેનો નિર્ણય લેવાતા વેપારીઓ મુશ્કેલ પરિસ્થિતિમાં મુકાઇ ગયા છે.
ગઈકાલે તાત્કાલિક સાત વાગ્યા આજુબાજુ પોલીસ કમિશનર દ્વારા કાપડ માર્કેટ ફોસ્ટા ના પ્રમુખ ગણાતા અગ્રવાલ ને ફોન કરીને આવતીકાલ થી 5 મે સુધી તમામ માર્કેટ બંધ રાખવા માટે કહ્યું હતું.
જેને લીધે ઘણા વેપારીઓ મુશ્કેલીમાં મુકાઇ ગયા હતા. ઘણા વેપારીઓએ પોતાના ઘરે પહોંચી ગયા ત્યાર બાદ આ નિર્ણય લેવાતા વેપારીઓમાં નારાજગી જોવા મળી હતી. કોરોના વધત્તા સંક્રમણના કારણે વેપારીઓ આ નિર્ણયને સ્વીકારી લીધો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment