કોરોના મહામારી ને લઈને અમદાવાદ મહાનગરપાલિકા નો મહત્વ નો નિર્ણય, 108 ની લાઈનો જોઈ લીધો આ નિર્ણય.

Published on: 4:11 pm, Wed, 28 April 21

હોસ્પિટલમાં બહારની 108 એમ્બ્યુલન્સ ની લાઈનો ઘટી જશે. હાઈકોર્ટની ઝાટકણી બાદ અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. 108 એમ્બ્યુલન્સ વિના દર્દીઓને એડમિટ કરાશે અને અત્યાર સુધી 108 એમ્બ્યુલન્સમાં આવતા દર્દીઓને એડમીટ કરાતા હતા.

અમદાવાદ કોવીડ હોસ્પિટલમાં દાખલ થવા માટે 108 થી દાખલ થવાનો નિર્ણય પરત ખેંચાયો અને તમામ હોસ્પિટલોએ કોવીડ દર્દી કોઈપણ રીતે આવે તેને સારવાર આપવાની રહેશે. જેમાં ખાનગી હોસ્પિટલો અને અમદાવાદ મહાનગરપાલિકા પાલિકા ની હદ માં આવતી.

તમામ સરકારી હોસ્પિટલનો સમાવેશ થાય છે પછી એ ડેઝીગ્રેટેડ હોય કે ના હોય.તમામ ખાનગી કોવીડ હોસ્પિટલમાં 75% બેડ કોવીડ સારવાર માટે આપવાના રહેશે અને અન્ય દર્દીઓ માટે 25% બેડ ખાલી રહેશે.

જેથી શહેરમાં હજાર નવા બેડ ઉપલબ્ધ થશે. અમદાવાદની હોસ્પિટલમાં દાખલ થવા માટે આધાર કાર્ડને જરૂરી હોવાના નિર્ણયને તાત્કાલિક ધોરણે રદ કરવામાં આવ્યો છે. કોરોના ની સારવાર માટે હોસ્પિટલમાં અમદાવાદ મહાનગરપાલિકાના ક્વોટા માં દાખલ થવા માટે 108 સેવા કે 108 કન્ટ્રોલ રૂમના રેફરન્સથી જરૂરિયાતને પણ હટાવી દેવામાં આવી છે.

અમદાવાદ મહાનગરપાલિકાએ શહેરની તમામ હોસ્પિટલોને દર્દીને OPD ની સુવિધા આપવા માટે દિશા નિર્દેશ આપ્યા છે. અમદાવાદમાં કોરોના ની સારવાર કરતી તમામ હોસ્પિટલોની સ્ટેટ પોર્ટલ વડે દર્દીઓ અને સંસાધનો ની લાઈવ માહિતી જાહેર જનતાને આપવાની સૂચના આપવામાં આવી છે.

સ્ટેટ પોર્ટલ ઉપર કેટલા બેડ ઉપલબ્ધ છે તેની ઓનલાઈન માહિતી આપવાની સાથે સાથે હવે કોવીડ હોસ્પિટલ અને કેટલાક બેડ ઉપલબ્ધ છે તેની લાઈવ માહિતી મોટા અક્ષરે હોસ્પિટલની બહાર જનતા માટે મૂકવાની રહેશે.

108 ના કંટ્રોલરૂમમાં હવે amc અને રાજ્ય આરોગ્ય વિભાગ એમ બંનેના કર્મચારીઓ સાથે ફરજ બજાવશે. લોકોનો જીવ બચાવવા માટે ફરજિયાત રીતે તમામ કોવીડ હોસ્પિટલ કોરોના ગંભીર દર્દીને ટેકનિકલ કે અન્ય કોઇ કારણથી દાખલ થતા રોકી નહીં શકે.

તમામ ગંભીર દર્દીઓને તાત્કાલીક દાખલ કરવામાં નહિ આવે. આ તમામ સૂચનાઓનું તમામ કોવીડ હોસ્પિટલને 29 એપ્રિલના 8:00 થી ફરજિયાત પણે પાલન કરવાનું રહેશે. આ સમય હોસ્પિટલોને જરૂરી તૈયારીઓ માટે આપવામાં આવ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "કોરોના મહામારી ને લઈને અમદાવાદ મહાનગરપાલિકા નો મહત્વ નો નિર્ણય, 108 ની લાઈનો જોઈ લીધો આ નિર્ણય."

Leave a comment

Your email address will not be published.


*