સૌરાષ્ટ્રભરમાં કોરોના પર કાબૂ મેળવવા માટે જાણો કેવું છે સજ્જડ લોકડાઉન.

131

ગુજરાતમાં કોરોનાવાયરસ ના કારણે સ્થિતિ ખૂબ જ ખરાબ છે ત્યારે હવે આ જગ્યાઓમાં સજ્જડ લોકડાઉન જોવા મળી રહ્યા છે. રાજકોટમાં કોરોના ના કેસ વધતા તંત્ર એક્શન મોડ માં આવી ગયું છે. રાજકોટમાં સંપૂર્ણ લોકડાઉન જોવા મળ્યું હતું.

રાજકોટની સમગ્ર દુકાનો અને બજારો બંધ કરાવી દીધા છે.પોલીસ દ્વારા નિયંત્રણોની પાલન માટે કવાયત હાથ ધરવામાં આવી છે. રાજકોટમાં એક પણ દુકાન ખુલ્લી ન હતી અને કામ વિના લોકોને ઘરની બહાર ના નીકળવા અપીલ કરી છે.

ગુજરાતમાં કોરોનાવાયરસ ના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં માર્ચ મહિનાથી કેસ વધી રહ્યા છે ત્યારે આજે 14352 નવા કેસ સામે આવ્યા છે.

જ્યારે 24 જ કલાકમાં સરકારી આંકડા અનુસાર 170 લોકોના મોત થયા છે. જોકે રાહત ની વાત કહી શકાય કે રાજ્યમાં 24 કલાકમાં 7803 લોકો રિકવર પણ થયા છે.

નોંધનીય છે કે ગુજરાતમાં કોરોનાવાયરસ ના નવા કેસના આંકડાઓની ગતિ મા ઘટાડો જોવા મળ્યો છે. ગઈકાલે રાજ્યમાં 14340 કેસ સામે આવ્યા હતા.

જ્યારે આજે 14352 કેસ સામે આવ્યા છે. અગાઉ આ જ મહિનામાં કોરોનાવાયરસ ના કેસની સંખ્યામાં જબરદસ્ત ઉછાળો જોવા મળતો હતો ત્યારે આંકડાઓમાં કેસની ગતિ ધીમી પડી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!