અયોધ્યામાં શ્રી રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ની ખૂબ જ જોર સોર થી તૈયારીઓ ચાલી રહી છે અને ખાસ વાતો મિત્રો એ છે કે આ ભવ્ય મહોત્સવમાં લગભગ 6,000 થી વધુ લોકોને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. જેમાં સાધુ સંતો અને રાજકીય નેતાઓ સહિત ઉદ્યોગપતિઓ અને ફિલ્મી જગતના કલાકારો ઉપસ્થિત રહેશે અને આ દિવ્ય સમારોહમાં હાજર રહેવા માટે સુરત
શહેરના 13 જેટલા મહાનુભાવોને આમંત્રણ આપવામાં આવ્યું છે.હવે કહેવાય છે એમ કે રામ મંદિરના નિર્માણ કાર્યમાં 25 લાખથી વધુ રૂપિયાનું દાન આપનાર દાતાઓને આમંત્રણ આપવામાં આવ્યું છે જેથી ગુજરાતના સુરત શહેરમાં પણ લગભગ 13 થી 17 જેટલા લોકોને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. અયોધ્યા માં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સુરત શહેરમાંથી દાન
આપનાર ગોવિંદભાઈ ધોળકિયા જે હોય 11 કરોડ રૂપિયાનું દાન આપેલ છે.જયંતીભાઈ કબુતર વાલા ના પાંચ કરોડ અને આ ઉપરાંત સવજી ધોળકિયા, લવજી બાદશાહ, ઘનશ્યામભાઈ શંકર, પ્રભુજી ચૌધરી, સંજયભાઈ સરાવગી, વિનોદભાઈ અગ્રવાલ, દ્વારકાદાસ મારુ, જગદીશભાઈ પ્રયાગ, સી પી વાનાણી અને દિનેશભાઈ નાવડીયા ઉપરાંત અરજણભાઈ ધોળકિયા સહિતના
લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે.આ આમંત્રણ સુરતના લોકો માટે મોટી સિદ્ધિ છે તે દર્શાવે છે કે સુરતના લોકો રામ મંદિરના નિર્માણ માટે તેમના સમર્પણ અને સમર્થનને પ્રતિનિધિત કરે છે ત્યારે આપને મિત્રો જણાવી દઈએ કે અયોધ્યા નગરીમાં 24 થી 22 જાન્યુઆરી સુધી દિવ્ય મહોત્સવ અંતર્ગત અનેક ધાર્મિક કાર્યક્રમ હશે અને સમગ્ર વિશ્વભરમાંથી તમામ હિન્દુઓ 22
જાન્યુઆરીની રાહ જોઈ રહ્યા છે કારણ કે ઘણા વર્ષો બાદ રામ ભગવાન પોતાની જન્મભૂમિમાં બિરાજમાન થશે અને આ દિવ્ય સંઘના સાક્ષીઓ જગતભરના વિશ્વભરના તમામ લોકો રહેશે. મિત્રો ભગવાનના મંદિરે જવા માટે કોઈ આમંત્રણની જરૂર નથી પરંતુ પ્રોટોકોલ ને લઈને હાલમાં પ્રતિષ્ઠા મહોત્સવના ત્રણ દિવસ સુધી જ સામાન્ય જનતાને પ્રવેશ નથી ત્યારબાદ તો આપણે ઈચ્છીએ ત્યાં સુધી ભગવાન શ્રીરામના દર્શન કરી શકીશું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment