અલ્પાબેન પટેલના ઘરે આવી અયોધ્યાથી એક ખાસ ભેટ… અલ્પાબેને સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરીને ખુશી વ્યક્ત કરી…

Published on: 1:10 pm, Sat, 6 January 24

હાલમાં તો દેશની જનતા વચ્ચે શ્રી રામ મંદિરને લઈને એક અનોખો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ચારેય બાજુ શ્રી રામ મંદિરની જ ચર્ચાઓ ચાલી રહી છે. ત્યારે હાલમાં ગુજરાતના લોકપ્રિય ગાયક એવા અલ્પાબેન પટેલ ના ઘરે અયોધ્યાથી એક ખૂબ જ ખાસ ભેટ આવી છે.

અયોધ્યાથી ભેટ આવતા જ અલ્પાબેન પટેલ ખૂબ જ ખુશ થઈ ગયા હતા અને તેમને સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકીને તેમની ખુશી વ્યક્ત કરી હતી. વાત કરીએ તો વીડિયોમાં તમે જોઈ શકો છો કે, અલ્પાબેન પટેલના ઘરે એક કુરિયર આવે છે.

આ કુરિયર જોઈને અલ્પાબેન પટેલ ખૂબ જ ખુશ થઈ ગયા હતા અને તેમને કુરિયર ખોલતા પહેલા નતમસ્તક પ્રણામ કર્યા હતા અને ત્યારબાદ તે કુરિયર ખોલ્યું હતું. આ કુરિયરની અંદરથી એક બોક્સ નીકળ્યું હતું. બોક્સની ઉપર અલ્પાબેન પટેલ નું નામ લખેલું હતું. બોક્સ ખોલતાં જ પ્રભુ શ્રીરામનો એક ખૂબ જ સુંદર ફોટો નીકળ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Alpa Patel (@alpapatel.official)

ઉપરાંત બોક્સની અંદરથી પ્રભુ શ્રીરામની જન્મભૂમિની માટી પણ નીકળી હતી. આ અનોખી ભેટ જોઈને અલ્પાબેન પટેલ ખૂબ જ ખુશ થઈ ગયા હતા અને પછી તેમને સોશિયલ મીડિયા પર આ પોસ્ટ શેર કરીને પોતાની ખુશી વ્યક્ત કરી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment on "અલ્પાબેન પટેલના ઘરે આવી અયોધ્યાથી એક ખાસ ભેટ… અલ્પાબેને સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરીને ખુશી વ્યક્ત કરી…"

Leave a comment

Your email address will not be published.


*