લગ્નમાં અચાનક ધોધમાર વરસાદ પડ્યો, પરંતુ વરસાદમાં જમવા માટે મહેમાનોએ અનોખી રીત અપનાવી – વીડિયો જોઈને વિશ્વાસ નહીં આવે…

Published on: 11:45 am, Sat, 2 July 22

સોશિયલ મીડિયામાં ઘણા લગ્નના અવારનવાર વિડીયો જોયા હશે. તમને ખબર જ હશે કે લગ્નમાં કેટલાક એવા લોકો છે જે માત્ર જમવા માટે જ આવે છે. આવા લોકો લગ્નમાં ગમે તેવી પરિસ્થિતિ આવી જાય પરંતુ જમ્યા વગર ઘરે જતા નથી. ત્યારે હાલમાં આવી જ એક પરિસ્થિતિનો લગ્નનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

વાયરલ થઈ રહેલો વિડિયો જોઈને તમે પણ હસી હસીને ગોટો વળી જશો. વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, એક લગ્નમાં અચાનક ધોધમાર વરસાદ પડે છે. ત્યારે લગ્નમાં હાજર મહેમાન હોય ભોજન માટે કર્યું એવું કે વીડિયો જોઈને તમને પણ વિશ્વાસ નહીં આવે.

વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, લગ્નનો માહોલ છે અને મહેમાનો ભોજન કરી રહ્યા છે. ત્યારે અચાનક જ જોરદાર વરસાદ પડે છે. પરંતુ ભોજન કરવામાં વ્યસ્ત મહેમાનો પોતાનું ભોજન છોડતા નથી. પરંતુ ત્યાં મૂકેલી ખુરશીઓ એક હાથમાં પકડીને તેમના માથા પર મૂકી દે છે.

અને ધોધમાર વરસાદમાં આરામથી બેસીને ભોજન કરે છે. આ દ્રશ્યો જોઈને ત્યાં હાજર એક વ્યક્તિએ મહેમાનો નો વિડીયો ઉતાર્યો હતો. હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલો આ વિડીયો લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. આ વિડીયો ઈન્સ્ટાગ્રામ પર mr_90s_kidd_ નામના પેજમાં શેર કરવામાં આવ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Hell Bõy Lokesh (@mr_90s_kidd_)

આ વિડીયો અત્યાર સુધીમાં એક કરોડથી પણ વધારે લોકોએ જોયો છે. વાયરલ થઈ રહેલો આ વિડીયો જોઈને લોકો કોમેન્ટ બોક્ષમાં અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. કેટલાક લોકો આ લોકોને ભૂખની બારસ કરી રહ્યા છે. અને ઘણા લોકો તો વાયરલ થઈ રહેલો વિડિયો જોઈને ખડખડાટ હસી પડ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો