પત્નીને સારું રાંધતા ન આવડતું હોવાથી, ગુસ્સામાં આવીને પતિએ બે મિત્રો સાથે મળીને પત્નીનો જીવ લઈ લીધો, ત્યારબાદ પત્નીના મૃતદેહ સાથે કર્યું એવું કે….

મિત્રો આજકાલ જીવ લેવાની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે હાલમાં બનેલી એક ચોક આવનારી ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક પતિએ પોતાના બે મિત્રો સાથે મળીને પોતાની પત્નીનો જીવ લઈ લીધો છે. પત્નીનું જીવ લેવાનું કારણ જાણીએ તમે પણ હચમચી જશો. પત્ની સ્વાદિષ્ટ ભોજન બનાવી શકતી ન હતી. તેના કારણે પતિએ પોતાના બે મિત્રો સાથે મળીને પોતાની પત્નીનો જીવ લઈ લીધો હતો.

મળતી માહિતી અનુસાર જીવ લીધા બાદ આરોપીઓએ તેનું મૃતદેહ કૂવામાં ફેંકી દીધું હતું. આ ઘટના વારાણસીમાં બની હતી. મૃત્યુ પામેલી મહિલાનું નામ રૂમન સિંહ હતું. મળતી માહિતી અનુસાર શુક્રવારના રોજ પોલીસે આરોપી પતિ અર્જુનસિંહની ધરપકડ કરી હતી. આ ઉપરાંત અર્જુનસિંહનો સાથ દેનારો તેનો મિત્ર દીપક ગુપ્તા પણ ઝડપાયો હતો. ચંદુ યાદવ નામનો એક મિત્ર હજુ પણ ફરાર છે પોલીસ તેની શોધખોળ કરી રહી છે.

મળતી માહિતી અનુસાર આ સમગ્ર ઘટનાને લઈને 28 જૂનના રોજ મૃત્યુ પામેલી મહિલાના પિતાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે, તેની દીકરીનો કોઈ પણ પત્તો લાગતો નથી. મહિલાના પિતાને આશંકા હતી કે જમાઈ અર્જુનસિંહ તેની દીકરીનો જીવ લઈને મૃતદેહ કાંઈક ફેંકી દીધું છે.

સમગ્ર ઘટનાને લઈને પોલીસે કેસ નોંધ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. શંકાના આધારે પોલીસે શુક્રવારના રોજ અર્જુનસિંહ ની ધરપકડ કરી હતી. ત્યારબાદ કડક પૂછપરછ દરમિયાન અર્જુનસિંહે પોતાનો ગુનો કબૂલ કર્યો હતો. અર્જુનસિંહ પોલીસને જણાવ્યું કે, તેની પત્ની અને તેના વચ્ચે દરરોજ ઝઘડો થતો હતો. અર્જુનસિંહનું કહેવું છે કે, તેની પત્નીને સરખું રાંધતા આવડતું ન હતું.

તેના કારણે તે કંટાળી ગયો હતો, આથી તેને પોતાની પત્નીનો જીવ લેવાનો પ્લાન કર્યો હતો. ત્યારબાદ અર્જુનસિંહ પોતાના મિત્ર દિપક ગુપ્તાના ઘરે ગયો હતો. અને કંઈ પણ રીતે પોતાની પત્નીથી છુટકારો મેળવવાની માંગ કરી હતી. મિત્ર ચંદુ યાદવ પણ દીપક યાદવ ના ઘરે આવી પહોંચ્યો હતો. ત્યારબાદ અર્જુનસિંહ ની પત્નીનું જીવ લેવાનો પ્લાન કર્યો હતો.

પ્લાનના આધારે 5 જૂનના રોજ બહાર જવાનું છે તેમ કહીને અર્જુનસિંહ પોતાની પત્નીને લઈને નીકળી ગયો હતો. રસ્તામાં અર્જુનસિંહ ચા-પાણી પીવાના બહાને રોકાયો હતો. આ દરમિયાન તેના મિત્ર દિપક અને ચંદુ ત્યાં પહોંચી આવ્યા હતા. તમામે સાથે મળીને ભોજન લીધું હતું.

મળતી માહિતી અનુસાર ભોજન લેતી વખતે તમામ આરોપીઓએ મળીને રૂમનના ખાવામાં નશીલો પદાર્થ ભેળવી દીધો હતો. ત્યારબાદ રૂમન બેભાન થઈ ગઈ હતી. પછી ત્રણેય મિત્રોએ ઓશીકા વડે ગળું દબાવીને રૂમનનો જીવ લઈ લીધો હતો અને તેના મૃતદેહ એક કૂવામાં ફેંકી દીધું હતું. હાલમાં પોલીસે બે આરોપીઓને પકડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે અને અન્ય આરોપીની શોધખોળ ચાલુ છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*