અમરેલીમાં બનેલી એક દુઃખદ ઘટના સામે આવી રહી છે. અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના મોરંગી ગામમાં ગુમ થયેલા બે સગા ભાઈઓના આજરોજ વહેલી સવારે તળાવમાંથી શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યા છે. મૃત્યુ પામેલા બંને બાળકોના મોઢા ઉપર ઈજાના નિશાન જોવા મળ્યા હતા.
પોલીસે બંનેના મૃતદેહને કબજે લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે અને વધુમાં કાર્યવાહી શરૂ કરી દીધી છે. બંને ભાઈઓ 15 કલાકથી ગુમ હતા અને આજરોજ વહેલી સવારે બંનેના મૃતદે તળાવમાંથી મળી આવ્યા છે. આ ઘટના બનતા જ આખા ગામમાં માતમ છવાઈ ગયો છે.
વિગતવાર વાત કરીએ તો ગઈકાલે સાંજના પાંચ વાગ્યાની આસપાસ વિજયભાઈ મકવાણા નામના વ્યક્તિનો 6 વર્ષનો દીકરો કૃણાલ અને 10 વર્ષનો દીકરો મીત બંને રમવા જવાનું કહીને ઘરની બહાર નીકળી ગયા હતા.
બંને ભાઈઓ મોડે સુધી પરત ન આવ્યા એટલે પરિવારના સભ્યોએ બંનેની શોધખોળ શરૂ કરી દીધી હતી. પછી આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. વાતના સમાચાર મળતા જ પોલીસે તાત્કાલિક બંને ભાઈઓની શોધખોળ શરૂ કરી દીધી હતી.
શોધખોળ દરમિયાન આજરોજ વહેલી સવારે લગભગ 8:00 વાગ્યાની આસપાસ બંને ભાઈઓના મૃતદેહ તળાવમાંથી મળી આવ્યા હતા. આ ઘટના બનતા જ ગામના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ત્યારબાદ પોલીસે બંને ભાઈઓના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢીને રાજુલા સિવિલ હોસ્પિટલમાં મોકલી આપ્યા હતા.
હાલમાં પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે. બંને ભાઈઓનું મોત કયા કારણોસર થયું તેની કોઈ પણ માહિતી સામે આવી નથી બંનેના મોઢા ઉપર ઈજાના નિશાન છે.
.નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment