2 બાઈક વચ્ચે સામસામે જોરદાર ટક્કર થતા એવો ભયંકર અકસ્માત સર્જાયો કે… બાઈક સવાર સિક્યુરિટી ગાર્ડનું દર્દનાક મોત…

દેશભરના વિવિધ વિસ્તારોમાં દરરોજ ઘણી અવારનવાર અકસ્માતની ઘટનાઓ બનતી હોય છે. ત્યારે હાલમાં બનેલી એક અકસ્માતની ઘટનામાં બે બાઈક વચ્ચે સામસામે જોરદાર ટક્કર થતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની ઘટનામાં એક સિક્યુરિટી ગાર્ડ એ પોતાનો જીવ ગુમાવ્યો છે.

સિક્યુરિટી ગાર્ડ ડ્યુટી પરથી પરત ફરી રહ્યો હતો. ત્યારે રસ્તામાં અકસ્માતમાં તેનું મોત થયું હતું. જ્યારે ઘટનામાં બીજી બાઈક ચાલકને સામાન્ય ઈજા પહોંચી હતી. ઘટના બનતા જ પોલીસે ગુનો દાખલ કરીને વધુમાં કાર્યવાહી શરૂ કરી દીધી છે. આ દુઃખદ ઘટના ભોપાલમાંથી સામે આવી રહી છે.

અકસ્માતની ઘટનામાં મૃત્યુ પામેલા સિક્યુરિટી ગાર્ડનું નામ નીતિન હતું અને તેની ઉંમર 28 વર્ષની હતી. નીતિન પોતાની નાઈટ ડ્યુટી પૂરી કરીને મંગળવારના રોજ સવારે બાઇક લઈને ઘરે જઈ રહ્યો હતો. આ દરમિયાન રસ્તામાં સામેથી આવતી એક ઝડપી બાઇક સાથે નીતિનની બાઇકની જોરદાર થઈ હતી.

ટક્કર એટલી જોરદાર હતી કે બાઈક પર સવાર નીતિન ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. પછી નીતિને આ ઘટનાની જાણ જાગ રસ્તા હાલતમાં પોતાના મિત્રને કરી હતી. ત્યારબાદ નીતિનને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો.

શરીરના ભાગે આંતરિક ઈજા પહોંચવાના કારણે નીતિનનું સારવાર દરમિયાન મોત થયું હતું. હાલમાં આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે વધુમાં કાર્યવાહી શરૂ કરી દીધી છે. નીતિનનું મોત થતા તેના પરિવારજનોમાં માતમ છવાઈ ગયો છે. દીકરાના મોતના સમાચાર મળતા જ માતા રડી રડીને અડધી થઈ ગઈ હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*