આજકાલ અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહે છે. ક્યારે હાલમાં બનેલી એક ભયંકર અકસ્માતની ઘટના સામે આવી છે. આ ગંભીર અકસ્માતની ઘટનામાં એક યુવા મહિલા સરપંચનું દુઃખદ નિધન થયું છે. મૃતક મહિલા સરપંચ અને તેના પિતા જીપમાં જઈ રહ્યા હતા. ત્યારે રસ્તામાં તેમને અકસ્માત નડ્યો હતો. તો ચાલો જાણીએ સમગ્ર ઘટનાને લઈને વિગતવાર.
આ અકસ્માતની ઘટના કોટાના કુહાડી ગામમાં બની હતી. આ ગામની 31 વર્ષીય પ્રીતિ ઝાલા નામની મહિલા સરપંચ દરરોજની જેમ પોતાના પિતા સાથે ગ્રામ પંચાયતમાં જઈ રહી હતી. ત્યારે રસ્તામાં પ્રીતિ ઝાલાના પિતાએ સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવ્યો હતો. જેના કારણે અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતની ઘટનામાં મહિલા સરપંચ જીપની નીચે કચડાઈ ગઈ હતી.
અકસ્માતની ઘટનામાં મહિલા સરપંચ ખૂબ જ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી. તેને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. હોસ્પિટલમાં ફરજ પરના ડોક્ટરે મહિલા સરપંચને મૃત જાહેર કરી હતી. આ ઘટના બનતા આજે ચારે બાજુ માતમ છવાઈ ગયો હતો. સામેથી આવતી ગાડીને બચાવવા જતા મહિલા સરપંચના પિતાએ સ્ટેરીંગ ઉપરથી કાબુ ગુમાવ્યો હતો.
જેના કારણે જીપ ડિવાઈડર ઉપર ચડી ગઈ હતી. આ ઘટનામાં પ્રીતિ ઝાલાના પિતા રણવીર સિંહ ઇજાગ્રસ્ત થયા હતા. આ અકસ્માતની ઘટનામાં પિતાની નજર સામે દીકરીનું મૃત્યુ થયું હતું. ગંભીર અકસ્માતની ઘટના સોમવારના રોજ લગભગ બપોરે 12:00 વાગ્યાની આસપાસ બની હતી.
મૃત્યુ પામેલી પ્રીતિ ઝાલા ની વાત કરીએ તો, કુહાડિ ગામમાં રહેતી 31 વર્ષીય પ્રીતિ ઝાલા સાલોરા ગ્રામ પંચાયતની સરપંચ હતી. આ ગામ સાંગોદ વિધાનસભા મતવિસ્તારની સુલતાનપુર પંચાયત સમિતિ હેઠળ આવે છે. મૃત્યુ પામેલી પ્રીતિ ઝાલા બે વર્ષ પહેલાં સરપંચ બની હતી. લગભગ સાત વર્ષ પહેલા તેના લગ્ન થયા હતા.
તેને એમબીએનો અભ્યાસ કર્યો હતો. લગ્ન બાદ તેના પતિ સાથે તેને છૂટાછેડા લીધા હતા. સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો સવારે 9:00 વાગ્યાની આસપાસ પ્રીતિ ઝાલા અને તેના પિતા ગ્રામ પંચાયત જવા માટે નીકળ્યા હતા. ત્યારે રસ્તામાં તેમને અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતની ઘટનામાં પ્રીતિ ઝાલા એ પોતાનો જીવ ગુમાવ્યો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment