ગુજરાતના “કમા” બાદ હવે “અમેરિકાના કમા”ની મોજ..! કિર્તીદાન ગઢવીના કાર્યક્રમમાં અમેરિકાનો કમો જોવા મળ્યો, સેમ ટુ સેમ આપણા કમા જેવો દેખાય છે… જુઓ વિડિયો

Published on: 12:34 pm, Tue, 18 October 22

મિત્રો તમે બધા ગુજરાતના કોઠારીયાના કમાને તો જરૂર ઓળખતા હશો. કમો કિર્તીદાન ગઢવીના ડાયરા માંથી રાતોરાત ફેમસ બની ગયો હતો અને ત્યારબાદ તેનું નામ દેશ વિદેશમાં પણ ફેમસ થઈ ગયું હતું. ગુજરાતના કમાબાદ હવે અમેરિકાનો કમો સામે આવ્યો છે. અમેરિકાનો કમો ગુજરાતના કોઠારીયાના કમાની જેવો જ દેખાય છે.

મિત્રો તમને જણાવી દઈએ કે અત્યારે કિર્તીદાન ગઢવી કેનેડાના ટુર પર છે. કેનેડામાં પાંચ જગ્યાએ રાસ ગરબાના પ્રોગ્રામનું આયોજન થયું હતું. 15 ઓક્ટોબર ના રોજ કિર્તીદાન ગઢવીએ વિન્ડસરમાં રમઝટ બોલાવી હતી. અહીં હાજર ખેલૈયાઓને કિર્તીદાન ગઢવીએ એક સરપ્રાઈઝ આપી હતી.

આ સરપ્રાઈઝ જોઈને સૌ કોઈ લોકો ચોકી ગયા હતા. કાર્યક્રમમાં સ્પેશિયલ અમેરિકાથી “અમેરિકાના કમાને” બોલાવવામાં આવ્યો હતો. જેનો એક વિડિયો પણ હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે અમેરિકાનો કમો પુષ્પા સ્ટાઇલમાં એક અનોખા અંદાજમાં ડાન્સ કરતો જોવા મળી રહ્યો છે.

15 ઓક્ટોબરના રોજ વિન્ડસરમાં કિર્તીદાન ગઢવી ના પ્રોગ્રામનું આયોજન હતું. જય સરદાર ગ્રુપ તેમજ સિદ્ધિ એન્ટરટેનમેન્ટ ઓર્ગેનાઇઝર દ્વારા આ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. કેનેડામાં યોજાયેલા પ્રોગ્રામમાં કિર્તીદાન ગઢવી દ્વારા અમેરિકાથી કમો બોલાવવામાં આવ્યો હતો. ગુજરાતમાં કોઠારીયાના કમાએ જે રીતે ધૂમ મચાવી હતી.

તે જ રીતે અમેરિકાના કમાએ કેનેડામાં ધૂમ મચાવી છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે અમેરિકાનો કમો સૂટ બુટ પહેરીને એક અનોખા અંદાજમાં ડાન્સ કરતો જોવા મળી રહ્યો છે. જેને પોતાના અદભુત ડાન્સથી લોકોનું દિલ જીતી લીધું હતું. મૂળ સુરત ખાતેના બારડોલીના સાગરભાઇ મહેશભાઈ પટેલ જેવો વર્ષોથી અમેરિકામાં રહે છે.

સાગર પટેલ અમેરિકામાં ઓકલાહોમામાં રહે છે. તેઓ હેન્ડી કે પછી અને તેઓ વધારે બોલી શકતા નથી તેઓ થોડુંક થોડુંક બોલે છે. તેઓ અમેરિકામાં પણ કોઈ સંસ્થામાં રહે છે. જ્યારે તેઓ સ્ટેજ ઉપર આવ્યા ત્યારે લોકોનો ઉત્સાહ ખૂબ જ વધી ગયો હતો. તેમજ અમેરિકાના આ કમા (સાગર પટેલ) પર ડોલરનો વરસાદ કરવામાં આવ્યો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "ગુજરાતના “કમા” બાદ હવે “અમેરિકાના કમા”ની મોજ..! કિર્તીદાન ગઢવીના કાર્યક્રમમાં અમેરિકાનો કમો જોવા મળ્યો, સેમ ટુ સેમ આપણા કમા જેવો દેખાય છે… જુઓ વિડિયો"

Leave a comment

Your email address will not be published.


*